Western Times News

Gujarati News

અમદાવાદમાં યોજાનારી વર્લ્ડકપની ફાઈનલ મેચમાં વિધ્ન બનશે વરસાદ?

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે પાંચ મેચ

ગુજરાતમાં સત્તવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ છે, મેઘરાજાએ આખા ગુજરાતને ઘમરોળ્યુ છે

અમદાવાદ, ૫ ઓક્ટોબરથી શરૂ થનારા વિશ્વ કપની જાહેરાત થઈ ગઈ છે અને આ વિશ્વકપની મેચો ક્યા દેશમાં રમાશે તેની પણ ICC દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ભારતમાં પણ વિશ્વ કપની મેચ રમાવાની છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે, અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વકપની પાંચ મેચ રમાવા જઈ રહી છે.Will rain disrupt the final match of the World Cup in Ahmedabad?

જેમાં ફાઈનલની મેચ પણ અમદાવાદ ખાતે રમાશે. ૧૯ નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાવાની છે, ત્યારે હાલ આ મેચ પર વરસાદ વિધ્ન બની શકે તેવી આગાહી ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં ૮ જુલાઈ સુધી વધુ વરસાદ રહેશે અને આગામી ૫ દિવસ ભારે વરસાદ રહશે.

વરસાદની સાથે સાથે અંબાલાલ પટેલે વાવાઝોડાની પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલ મુજબ, ૧૮થી ૨૦ નવેમ્બરે ગુજરાતમાં વાવાઝોડુ આવે તેવી શક્યતા છે. અને ૧૭ ઓક્ટોબરે ગુજરાતના દરિયા કિનારે ભારે પવનની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે, વર્લ્ડકપની ફાઈનલ મેચ ૧૯ નવેમ્બરના રોજ યોજાવાની છે અને આ દરમિયાન વાવાઝોડાની પ આગાહી કરવામાં આવી છે.

જાે વાવાઝોડુ આવશે તો ભારે પવન સાથે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. જાે આગાહી મુજબ વરસાદ થશે તો ફાઈનલ મેચ વરસાદને કારણે ધોવાઈ શકે છે. IPL ૨૦૨૩ની ફાઈનલ મેચ પણ ગુજરાતના અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી.પરંતુ જે દિવસે IPL ફાઈનલની મેચ રમાવાની હતી, તે દિવસે ભારે વરસાદ થયો હતો અને વરસાદને કારણે મેચ ધોવાઈ ગઈ હતી. જાે કે, રીઝર્વ ડેના દિવસે ફાઈનલ મેચ રમાઈ હતી, જાે કે, આ દિવસે પણ વરસાદ થતા મેચની ઓવર ઘટાડી દેવામાં આવી હતી.

ભારતમાં રમાનાર વન ડે વર્લ્ડ કપ શેડ્યૂલની જાહેરાત થઈ ગઈ છે. ૫ ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થશે અને ફાઈનલ મેચ અમદાવાદમાં રમવામાં આવશે. આ ટુર્નામેન્ટ ૪૬ દિવસ સુધી ચાલશે અને ૧૦ જગ્યાએ કુલ ૪૮ મેચ રમવામાં આવશે. ટુર્નામેન્ટની પહેલી મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમવામાં આવશે. ભારતીય ટીમની વાત કરવામાં આવે તો છેલ્લા ૧૦ વર્ષમાં ૯ ICC મેચમાં હાર મેળવી છે. ભારતીય ટીમ પાસે હવે ઘરે રહીને વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક છે. ભારતે વર્ષ ૨૦૧૧માં ઘરે જ વર્લ્ડ કપ જીત્યો હતો.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.