Western Times News

Gujarati News

ટ્રાફિક પોલીસ અને સ્થાનિકોએ ચાર રસ્તા પર ટ્રાફિક કંટ્રોલ કરવામાં સારી કામગીરી બજાવી

અમદાવાદના મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર- લોકો રસ્તા પર ગાડી-સ્કુટરો મૂકી ઘરે પહોંચ્યા 

મોડી સાંજે શહેરમાં પડેલાં ધોધમાર વરસાદનાં કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં-

તેમજ ૧૧ થી ૧૨ જુલાઈ દરમિયાન દરિયા કિનારે પવન ફૂંકાશે. અને ૧૮ થી ૨૦ જુલાઈ દરમ્યાન હવાનું દબાણ ઉભું થશે અને વરસાદ થશે.

અમદાવાદ, અમદાવાદ શહેરમાં દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ સાંજે કાળા ડિભાંગ વાદળો છવાયાં હતા અને ધોધમાર વરસાદ પડવાનો શરૂ થતાં જ શહેરનાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી. ઓફિસ છૂટવાના સમયે જ વરસાદ પડતાં મોટી સંખ્યામાં નાગરિકો અને ખાસ કરીને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

બોપલ ચાર રસ્તા, ઈસ્કોન, તેમજ અન્ય મોટા ચાર રસ્તા પર સ્થાનિક નાગરીકો ટ્રાફિક પોલીસની મદદે આવ્યા હતા અને ટ્રાફિક કંટ્રોલ કરવામાં સહાયતા કરી હતી.

એસજી હાઈવે, બોપલ, પ્રહલાદનગર, શ્યામલ ચાર રસ્તા, માણેકબાગ, સેટેલાઈટ, જમાલપુર, એલિસબ્રિજ, લાલદરવાજા, મકરબા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, રાણીપ, સરસપુર, બાપુનગર, નરોડા, નારોલ, સરખેજ, વસ્ત્રાલ સહિત શહેરના મોટાભાગના વરસાદમાં પડ્યો છે. શહેરમાં સમી સાંજે ધોધમાર વરસેલા વરસાદથી પાણી ભરાયા હતા.

આજે સતત બીજા દિવસે અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર જળબંબાકાર થઇ ગયો હતો. ઓઢવ, નરોડા, સરસપુર, બાપુનગર, મણિનગર, એસ.જી.હાઈવે સહિત મોટાભાગનાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા. એસ.જી.હાઈવે ઉપર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી અને ટ્રાફિકજામનાં કારણે વાહનચાલકો અટવાયા હતા.

આ ઉપરાંત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાનાં કારણે લોકોમાં મુશ્કેલીમાં મુકાયા હતા અને કેટલાંક સ્થળોએ દુકાનો અને ઘરોમાં પણ પાણી ઘુસી ગયા છે. અમદાવાદ શહેર જળબંબાકાર બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદ શહેરમાં સતત વરસાદ પડવાનાં કારણે કોર્પાેરેશનને સંખ્યાબંધ ફરિયાદો મળવા લાગી હતી.

ફાયરબ્રિગેડ તંત્ર પણ એલર્ટ થયેલું હતું. પરંતુ ભરાયેલાં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નહીં હોવાથી નાગરિકોમાં ભારે રોષ જાેવા મળતો હતો. અમદાવાદ મ્યનિ.કોર્પાેરેશને બનાવેલો પ્રિ-મોન્સૂન પ્લાન એકજ વરસાદમાં ધોવાઈ ગયો છે.

અમદાવાદમાં લાંબા બ્રેક બાદ ફરી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુરૂવારે સવારે સટાસટી બોલાવ્યા બાદ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. ત્યારે ચોવીસ કલાક બાદ ફરી ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના એસજી હાઈવે, બોપલ, પ્રહલાદનગર, શ્યામલ ચાર રસ્તા, માણેકબાગ, સેટેલાઈટ, જમાલપુર, એલિસબ્રિજ, લાલદરવાજા સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

દોઢેક કલાકથી શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પરથી રહ્યો છે, પૂર્વ વિસ્તારને ઘમરોળ્યા બાદ પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. શહેરના એસજી હાઇવે ઉપર ભારે વરસાદને પગલે ઇસ્કોનબ્રિજ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. કર્ણાવતી ક્લબ ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે અને ભારે વરસાદ પડતા ત્યાં ટ્રાફિકજામ સર્જાયો છે.

અમદાવાદના એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. સાંજે નોકરીથી છૂટવાના સમયે જ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા અનેક વાહન ચાલકો ફસાયા હતા. શહેરના આનંદનગર, પ્રહલાદનગર, શ્યામલ, આપણા ચાંદખેડા, રાણીપ, સોલા સાયન્સ સિટી, ઉસ્માનપુરા, નિકોલ, નરોડા, ઓઢવ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.

અમદાવાદમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. ત્યારે બપોર બાદ એકાએક વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. જેમાં વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, એસ.જી.હાઈવે, સિંધુ ભવન રો઼ડ તેમજ માનસી સર્કલ, પ્રહલાદનગર, સરખેજ તેમજ ગોતામાં વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા શહેરીજનોએ કંઈક અંશે બફારાથી રાહત મેળવી હતી.

રાજ્યાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. ૨ જુલાઈએ હવાનું દબાણ સર્જાશે. જેનાથી ૫ જુલાઈ સુધી વરસાદ આવશે. તેમજ ૨ થી ૫ જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે. જ્યારે ૮ થી ૧૨ જુલાઈ દરમિયાન રાજ્યનાં મોટા ભાગનાં જીલ્લામાં વરસાદ થશે.

તેમજ ૧૧ થી ૧૨ જુલાઈ દરમિયાન દરિયા કિનારે પવન ફૂંકાશે. અને ૧૮ થી ૨૦ જુલાઈ દરમ્યાન હવાનું દબાણ ઉભું થશે અને વરસાદ થશે.

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી ૨૪ કલાક રાજ્યમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહેશે. તેમજ આવતીકાલે છુટા છવાયા વરસાદની સંભાવનાં છે. ત્યારે ઉ. ગુજરાત અને મ. ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.

લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્‌યુલેશનથી વરસાદ પડ્યો છે. ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર જાેવા મળી રહી છે. આ દરમિયાન મેટ્રો સિટી અમદાવાદમાં અનેક વિસ્તારમાં ભૂવા પડ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.