1500 કરોડના ખર્ચે બનેલા રિવરફ્રંટ ઈવેન્ટ સેન્ટર પર વીજ જાેડાણનો અભાવ
ડોર ટુ ડોર ની ગાડીઓ બગડે તો તેના રિપ્લેસમેન્ટમાં તાત્કાલિક નવી ગાડી આવી જાય તેવી વ્યવસ્થા કરવા માટે પણ સુચના આપી છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂા.૧પ૦૦ કરોડના માતબર ખર્ચથી રિવરફ્રંટ તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે રિવરફ્રંટના જ કેટલાક હિસ્સામાં લાઈટના જાેડાણ લેવામાં આવ્યા નથી.
જયારે શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરા પૈકી કેટલા ચાલુ અને કેટલા બંધ કેમેરા છે તેનો કોઈ હિસાબ તંત્ર પાસે નથી.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા મુજબ રિવરફ્રંટ ખાતે તૈયાર કરવામાં આવેલા ઈવેન્ટ સેન્ટરોમાં હજુ સુધી લાઈટના જાેડાણ લેવામાં આવ્યા નથી
અત્યાર સુધી આ ઈવેન્ટ સેન્ટરો માત્ર જનરેટરોના ભરોસે જ ચાલી રહયા છે તેથી જવાબદાર વિભાગને તાકિદે લાઈટના જાેડાણ લેવા માટે સુચના આપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે આ ઈવેન્ટ સેન્ટરો પર અત્યાર સુધી ઘણાં મહાનુભાવોએ તેમના પરિવારના પ્રસંગોની ઉજવણી કરી છે તે અલગ બાબત છે.
પરિમલ અંડરપાસમાં એક નવ યુવાનનું અકસ્માતે કરૂણ મૃત્યુ થયા બાદ સ્માર્ટ સીટીના સીસીટીવી કેમેરાઓની પોલ ખુલી છે. મ્યુનિ. કોર્પો.એ સ્માર્ટ સીટી અંતર્ગત ૬૦૦૦ હજાર સીસીટીવી લગાવ્યા છે પરંતુ તેનુ મેન્ટેનન્સ થાય છે કે કેમ તેમજ કેટલા કેમેરા ચાલુ છે તેની કોઈ જ વિગત તંત્ર પાસે નથી.
ચોમાસાની સીઝન દરમિયાન જાહેર માર્ગો પર કચરો આવી જતો હોય છે ખાસ કરીને ગ્રીન વેસ્ટનું પ્રમાણ વધારે રહે છે આ પ્રકારના કચરાનો તાત્કાલિક નિકાલ કરવા માટે સુચના આપવામાં આવી છે આ ઉપરાંત ડોર ટુ ડોર ની ગાડીઓ બગડે તો તેના રિપ્લેસમેન્ટમાં તાત્કાલિક નવી ગાડી આવી જાય તેવી વ્યવસ્થા કરવા માટે પણ સુચના આપી છે.
મ્યુનિ. કોર્પો.માં વર્ગ-૩ ના કર્મચારીઓ ખાસ કરીને ટેકનીકલ સુપરવાઈઝરની ભરતી તાત્કાલિક કરવામાં આવે તે માટે પણ કમિટીમાં ચર્ચા થઈ હતી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.