ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદી ભયજનક સપાટી 19 ફૂટે પહોંચી
ગરનાળામાં કાર ડૂબી, ચાર યુવાનોના જીવ તાળવે ચોંટ્યા-લોલેવલ બ્રિજ પરથી લોકો જીવના જાેખમે પસાર થઈ રહ્યા છે, વહીવટી તંત્ર ક્યારે પગલા લેશે તે મોટો સવાલ છે
નવસારી, રાજ્યમાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જાેવા મળી રહી છે. આવામાં નદી-નાળા પણ છલકાયા છે. જ્યારે આ દરમિયાન નવસારીમાં આવેલા એક ગરનાળામાં કાર ડૂબી ગઇ હોવાની ઘટના સામે આવી છે.
પાણીમાં ડૂબેલી કારમાં ચાર લોકો સવાર હતા અને તેઓ પણ આ કારમાં ફસાયા હતા. જ્યારે ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ કરીને આ ચારેય લોકોને બચાવી લીધા હતા. નવસારીના મંદિર ગામે ગરનાળામાં કાર ડૂબી હોવાની ઘટના સામે આવી હતી. કારમાં સવાર ચાર લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
ગરનાળામાં ભરાયેલા પાણીમાં કાર સાથે પસાર થઇ રહેલા યુવાનોની કાર પાણીમાં ફસાઇ હતી. ફાયર વિભાગે યુવાનોનું રેસ્ક્યૂ કરી બચાવી લીધા હતા. નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી-પાણી જાેવા મળી રહ્યું છે. અંબિકા, કાવેરી, પૂર્ણ નદીની સપાટીમાં વધારો થયો છે.
ભારે વરસાદ વચ્ચે તંત્રની બેદરકારી સામે આવી છે. લોલેવલ બ્રિજ પરથી લોકો જીવના જાેખમે પસાર થઈ રહ્યા છે. વહીવટી તંત્ર ક્યારે પગલા લેશે તે મોટો સવાલ છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદી ભયજનક સપાટી ૧૯ ફૂટ છે. ત્યારે હાલે કાવરી નદી પોતાની ભયજનક સપાટીથી નીચે નવ ફૂટ ઉપર વહી રહી છે. સામાન્ય સપાટી કરતાં બે ફૂટ જેટલી કાવેરી નદીની જળ સપાટીમાં વધારો થયો છે.
ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે કાવેરી નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. નવસારી જિલ્લામાં અવિરત વરસાદ છે. ઉપરવાસમાં પડેલા વરસાદથી કાવેરી નદી ગાંડીતુર બની છે. કાવેરી નદી પર આવેલા અનેક ચેકડેમ પાણીમાં ગરકાવ થયા છે. ચીખલી ખાતે નદી કિનારે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે. લોકોને નદી કાંઠે ન જવા માટે તંત્ર દ્વારા સૂચના અપાઈ છે.