અસારવા-ડુંગરપુર ડેમુ સ્પેશિયલ ટ્રેનને ચિત્તોડગઢ સુધી લંબાવાઈ
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09543/09544 (79403/79404) અસારવા-ડુંગરપુર-અસારવા ડેમુ સ્પેશિયલ ટ્રેનને 2 જુલાઈ 2023 થી ચિત્તોડગઢ સુધી લંબાવવામાં આવી રહી છે: અમદાવાદના મંડળ રેલ પ્રવક્તાના જણાવ્યા અનુસાર લંબાવવામાં આવેલ આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: Asarva Dungarpur demu special train extended
ટ્રેન નંબર 09543 અસારવા – ચિત્તોડગઢ ડેમુ સ્પેશિયલ અસારવાથી 02 જુલાઈ 2023 થી દરરોજ 10:05 કલાકે ઉપડશે અને 20:05 કલાકે ચિત્તોડગઢ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09544 ચિત્તોડગઢ – અસારવા ડેમુ સ્પેશિયલ 02 જુલાઈ, 2023 થી દરરોજ ચિત્તોડગઢથી 09:15 કલાકે ઉપડશે અને 19:10 કલાકે અસારવા પહોંચશે.
ટ્રેન નંબર 09543/09544 નો પરિચાલન સમય અને સ્ટોપેજ અસારવા-હિંમતનગર વચ્ચે યથાવત રહેશે.
હિંમતનગરથી ચિત્તોડગઢ વચ્ચે આ ટ્રેન વનતાડા, રાયગઢ રોડ, સુનક, શામળાજી રોડ, લુસાડિયા, જગાબોર, બિછીવાડા, શ્રી ભવનાથ, શાલાશાહ થાણા, ડુંગરપુર, કોતાના, રીખભદેવ રોડ, કુંડલગઢ, સેમારી, સુરખંડ કા ખેડા, જયસમંદ રોડ, પાડલા, જાવર, ખારવા ચાંદા, ઉમરા, ઉદયપુર સિટી, રાણાપ્રતાપ નગર, માવલી જં, ફતેહનગર, ભૂપાલ સાગર, કપાસણ, પાંડોલી, નેતાવલ અને ઘોસુંડા સ્ટેશનો પર થોભશે.
ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ અવલોકન કરી શકે છે