Western Times News

Gujarati News

વેક્ટર બોર્ન ડિસીઝ (VBD) નિયંત્રણ માટે આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી

Files Photo

રાજ્યમા પ્રતિ વર્ષ સરેરાશ 1.47 કરોડ મેલેરિયા રોગ તપાસ, 84 હજાર ડેન્ગ્યુ તપાસ અને 17 હજાર જેટલી ચિકનગુનિયા રોગની તપાસ કરાય છે

છેલ્લા ચાર વર્ષમાં મેલેરીયા રોગની તપાસ માટે 5.90 કરોડ બ્લડ સેમ્પલ ટેસ્ટ કરાયા : જેમાં 28,360 મેલેરીયાગ્રસ્ત દર્દી નોંધાયા

ડેગન્યુ તપાસ માટે 3.37 લાખ અને ચીકનગુનિયાની તપાસ માટે 67 હજાર સિરમ સેમ્પલ તપાસવામા આવ્યા: ડેન્ગ્યુના 37,684 અને ચીકનગુનિયાના 6,838 કેસ નોંધાયા

VBD રોગ નિયંત્રણ માટે 19 જુન 2023 થી 29 જુન 2023 સુધીમાં રાજ્યના 75 ટકા હાઉસ ટુ હાઉસ સર્વેમાં તાવ સર્વેલન્સ, સોર્સ રિડક્શન અને પોરાનાશક કામગીરી પૂર્ણ : 10 થી 19 જુલાઇ બીજો તબક્કો શરૂ થશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય વાહક જન્ય રોગ (VBD) નિયંત્રણ કાર્યક્રમ હેઠળ સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

અત્રે છેલ્લા ચાર વર્ષની કામગીરીની સમીક્ષા કરીએ તો વર્ષ 2019 થી વર્ષ 2022 માં મેલેરીયા તપાસ માટે કુલ 5.90 કરોડ બ્લડ સેમ્પલ ટેસ્ટ કરાયા છે. જેમાંથી 28,360 જેટલા દર્દીઓ મેલેરીયાગ્રસ્ત નોંધાયા હતા.

વિગતવાર જોઇએ તો વર્ષ 2019  માં 1.64 કરોડ પરીક્ષણમાં 13,883 કેસ, વર્ષ 2020 માં 1.30 કરોડની સામે 4771 , વર્ષ 2021 માં 1.42 કરોડની સામે 4921 અને ગત વર્ષ 2022  માં 1.51 કરોડ પરિક્ષણ કરતા 4785 મેલેરિયાના કેસો નોંધાયા હતા.

મહત્વની બાબત એ પણ છે કે , વર્ષ 2019 અને 2020 માં કુલ બે મરણ નોંધાયા જ્યારે છેલ્લા બે વર્ષમાં મેલેરીયાથી એક પણ મરણ નોંધાયેલ નથી.

આવી જ રીતે ડેન્ગયુ તપાસ માટે છેલ્લા ચાર વર્ષમાં કુલ 3.37 લાખ અને ચીકનગુનિયાની તપાસ માટે કુલ 67 હજાર સિરમ સેમ્પલ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી ડેન્ગ્યુના 37,684 અને ચીકનગુનિયાના કુલ 6838 જેટલા પોઝીટીવ કેસ નોંધાયા હતા.

રાજ્યમા સરેરાશ 84 હજાર ડેન્ગ્યુ તપાસ અને 17 હજાર જેવી ચિકનગુનિયા રોગની તપાસ કરવામાં આવે છે

અત્રે વર્ષ 2021 ની સરખામણીમાં વર્ષ 2022 માં મેલેરિયાના કેસોમાં 2.76 %, ડેન્ગ્યુના કેસોમાં 39.1 % જ્યારે ચીકનગુનિયાના કેસોમાં 74.1 ટકા જેટલો મહત્વનો ઘટાડો નોંધાયો છે.

વાહક જન્ય રોગ નિયંત્રણ સંદર્ભે વર્ષ 2023ની કામગીરીનો ચિતાર જોઇએ તો રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકા વિસ્તારોમાં વાહક જન્ય રોગ નિયંત્રણ કામગીરી માટેના અભિયાનના ભાગરૂપે હાઉસ ટુ હાઉસ સર્વેમાં તાવ સર્વેલન્સ અને સોર્સ રિડક્શન, પોરાનાશક કામગીરી તથા પ્રચાર-પ્રસાર જેવી પ્રવૃતિઓના બે રાઉન્ડમાં તા. 19 જુનથી 29 જુન સુધીના પ્રથમ રાઉન્ડમાં 75 ટકા વસ્તીને આવરી લઇને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

જ્યારે જુલાઇ માસમાં તા. 10 થી 19 દરમિયાન  બીજો રાઉન્ડ હાથ ધરવાનું આયોજન કરાયું છે.

આ વર્ષે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દરમિયાન 2.49 લાખ લોહીના નમૂના લેવામાં આવ્યા છે જેમાં 12 પોઝીટીવ કેસોમાં સંપૂર્ણપણે સારવાર પૂરી પડાઇ છે. સર્વેલન્સ દરમિયાન જોવા મળેલ 4,81,186 મચ્છર ઉત્પતિ સ્થાનોનો સફળતાપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે.

વધુમાં લાર્વીસાઇડના ઉપયોગથી મચ્છર ઉત્પતિ સ્થાનો પણ નાબૂદ કરાયા છે તથા 1.80 લાખ ઘરોમાં ફોગીંગની કામગીરી કરાઇ છે.

વર્ષ 2023 દરમિયાન રાજ્યના 21 જિલ્લાઓની મેલેરિયા માટે જોખમી 319 ગામોમાં જંતુનાશક દવા છંટકાવ નિયત બે રાઉન્ડ હેઠળ આવરી લેવાનું આયોજન છે જેમાં પ્રથમ રાઉન્ડની કામગીરી પૂર્ણ કરાઇ છે બીજા રાઉન્ડની શરૂઆત 1 લી ઓગષ્ટ થી હાથ ધરાશે.

રાજ્યમાં વાહક જન્ય રોગ અટકાયતની કામગીરી માટે 444 વેક્ટર કંટ્રોલ ટીમ ફાળવવામાં આવી છે. રાજ્યમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના 42 જેટલા કેન્દ્રો કાર્યાન્વિત કરાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.