વીજ ચોરી પકડાતાં વિજખાતાના અધિકારી પર ચાર લોકોનો હુમલો
બાપુનગર ગુજરાત હાઉસીગ બોર્ડના મકાનની ઘટના-પિતા પુત્ર સહીત ચાર લોકો વિરૂધ્ધ ફરિયાદ
(એજન્સી)અમદાવાદ, બાપુનગરમાં આવેલા ગુજરાત હાઉસીગ બોર્ડના એક મકાનમાંથી વીજ ચોરી પકડી પાડતાં ટોરેન્ટ પાવરના અધિકારી પર પિતા પુત્ર સહીત ચાર લોકોએ લાફા મારીને હુમલો કરતાં મામલો બીચકયો છે. અધિકારીઓે દંડ ભરવા માટે ઓફીસ આવવું પડશે. તેવું કહેતા મામલો બીચકયો હતો. Torrent power officer attacked by four people after being caught stealing electricity
અધિકારી પર હુમલો કર્યા બાદ બે શખ્સોએ તેમના પર પાવડો અને ત્રિકમ ઉર્ગમીને ધમકી આપી હતી. કે હવે જાે તું અહી પાછો આવીશ તો તને જાનથી મારીશ નાખીશું.
નારણપુરા વિસ્તારમાં આવેલા ઓફીસર કવાર્ટસમાં રહેતા અને ટોરેન્ટ પાવવર લીમીટેડના આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હરદીપ ઘુમાને બાપુનગર પોલીસ સ્ટેશનમાં અરવીંદ બારોટ, તેના પુત્ર ભાગ્યાવાન બારોટ બંને રહે ગુજરાત હાઉસીગ બોડ બાપુનગર અને બીકજા બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ મારામારીની ફરીયાદ કરી છે.
હરદીપ તેમની ટીમને લઈને વીજ ચોરીની ફરીયાદ હોવાથી ચેકીગ કરવા માટે બાપુનગર ગુજરાત હાઉસીગ બોર્ડનાં મકાનમાં ગયા હતા. કેટલાક લોકોએ વીજ મીટરમાં છેડછાડ કરી હતી. જેથી પિતા પુત્ર સહીત ચાર લોકોએ હરદીપને મારવા માટે આવ્યા હતા.
પિતા પુત્રએ વીજ ચોરી કરી હોવાથી હરદીપે તેમને ઓફીસે આવીને દંડ ભરવો પડશે તેમ કહયું હતું. હરદીપની વાત સાંભળતા પિતા પુત્રએ કહયું હતું કે બે ત્રણ દિવસ પછી આવજાે હું મારી જાતે જ બિનઅધિકૃત વાયર હટાવી લઈશ. પિતા પુત્રની વાત સાંભળતા હરદીપે કહયું હુતં કે વાયર હટાવવાનું કામ અમારી કંપનીનું છે. તમારું નથી.
પિતા પુત્રનું નામ અરવીંદ બારોટ અને ભાગ્યવાન બારોટ છે. હરદીપે જવાબ આપતાં અરવીંદ સહીતના ચારેય જણા ઉશ્કેરાયા હતા. અને ગાળો બોલવા લાગ્યા હતા. હરદીપે ગાોળો બોલવાની ના પાડતાં તમામે હુમલો શરૂ કરી દીધો હતો.
ચારેય જણાએ હરદીપને વારાફરતી લાફા મારી દેતાં મામલો બીચકયો હતો. હરદીપે બુમાબુમ કરતાં તેમના સ્ટાફના માણસો પણ દોડી આવ્યા હતા. અને તેમને બચાવી લીધા હતા. દરમ્યાનમાં બે શખ્સ કયાંકથી પાવડો અને ત્રિકમ લઈને આવ્યા હતા. બંને જણાએ પાવડો તેમજ ત્રિકમ ઉગામીને ધમકી આપી હતી કે હવે પછી અહી આવીશ તો તને જાનથી મારી નાખીશું.
હરદીપ તરત જ બાપુનગર પોલીસ સ્ટેશનમાં પહોચી ગયા હતા અઅને અરવીદ બારોટ ભગવાન બારોટ તેમજ અન્ય બેક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરીયાદ કરી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરશી છે.