રોડ પર ગંદકી કરી તો દુકાન સીલ થઈ શકે છે
ચાંદલોડિયામાં રોડ પર ગંદકી કરવાના મામલે બે એકમને સીલ મારી દેવાયા
(એજન્સી)અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટમેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર માર્ગ પર ગંદકી-ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ પ્રતીબંધીત પ્લાસ્ટિકનો ઉપયોગ વેચાણ સંગ્રહ અને ઉત્પાદન કરતા એકમો અને ડસ્ટબીન ન રાખવા સહીતના મામલે કસુરવારો સામે આકરા પગલાં લેવાઈ રહયાં છે.
જે અંતર્ગત ઉત્તર-પશ્ચિમ ઝોનમાં તંત્રે રોડ પર ગંદકી ફેલાવવાના મામલે એક એકને તાળો મારતં આ પ્રકારની પ્રવૃત્તિ કરતા ધંધાર્થીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો છે.
ઉત્તર-પશ્ચિમ ઝોનનાં વંદે માતરમ રોડ પરના વંદે માતરમ આર્કેડની અપેોલો ફાર્મસી અને તળાવ પાસેની ગાયત્રીનગર સોસાયટીમાં આવેલા ગાયત્રી આઈસ્ક્રીમ પાર્લરને રોડ પર ગંદકી ફેલાવાના મામલે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તાળાં મરાયા છે.
આ ઝોનમાં સત્તાવાળાઓએ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનું ઉલ્લંઘન કરવાના મામલે કુલ ૬ર જેટલા એકમ તપાસ્યા હતા. જે પૈકી આ પ્રકારના કૃત્ય બદલ ર૩ એકમને નોટીસ ફટકારવામાં આવી હતી. અને ૮.૯ કિલોગ્રામ પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કીને કુલ રૂા.૬૧.પ૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો.
જયારે ઉત્તર ઝોનમાં સત્તાધીશોએ કુલ ચાર એકમને વિવિધ ગુનાસર સીલ કર્યા હતાં અને ર૬ એકમોને નોટીસ આપીને વિવિધ બાબતોસર કુલ રૂા.૧૮,૩૦૦ નો દંડ વસુલ્યો હતો.