Western Times News

Gujarati News

ટ્રાફિક સમસ્યા નિવારવા મ્યુનિ. કમીશ્નરના અધ્યક્ષપદે કમીટી રચાશે

(એજન્સી)ગાંધીનગર, અમદાવાદ સહીત આઠેય મહાનગરો રાજસ્થાન અન્ય મોટા શહેરોમાં ટ્રાફીકની સમસ્યા અત્ય્ત વિકટ છે. જેમાં વાહનોના આડેધડ પાર્કીગ અને મુખ્યમાર્ગો પરના દબાણો એ સૌથી મોટું પરીબળ છે. વળી કંઈક અંશે ટ્રાફીક નિયમન માટે પોલીસ વિભાગ તરફથી સંકલનનો અભાવ પણ જવાબદાર હોવાના તારણો ચિંતન શિબીરમાં રજુ થયા હતા.

આ સમસ્યાને ઉકેલવા મ્યુનિસીપલ કમીશ્ન્રના અધ્યક્ષપદે કમીટી રચવા ચિંતન શિબીરમાંથી સરકારને ભલામણથઈ છે. કમીટી ઓફ સેક્રેટરી સીઓએઅસ સમક્ષ પરામર્શમાં રહેલા આ મુદે ટુંક જ સમયમાં નિર્ણય થશે.

શહેરી સમસ્યાના ઉકેલ માટે રચાયેલા સેક્રેટરીઓના એક જુથે મોટા શહેરોના ચાર રસ્તા કે મહત્વના ક્રોસીગને અડીને આવેલા કોમ્પ્લેક્ષ કોમર્શ્યલ બિલ્ડીગમાં ટયુશન કોચીગ હોસ્પિટલ કે રેસ્ટોરન્ટ જેવી આર્થિક પ્રવૃત્તિઓના સંચાલકો પાસે ફરજીયાતપણે પાર્કીગની વ્યવસ્થા કરવા સુચન કર્યું છે.

જાે એવી વ્યવસ્થાઓ નહી થાય તો આ પ્રકારે જયાં સૌથી વધુ ગ્રાહકોનું રોકાણ કરે છે. તેવા વેપારી કે સેવાકીય એકમો પર વિશેષ પ્રકારના નિયંત્રણો મુકવા પણ કહેવાયું છે. કે જેના પર ઉચ્ચ સ્તરેથી વિચારણા શરૂ કરાઈ છે. ટ્રાફીકની સમસ્યાઓના નિવારણ માટે મ્યુનિસીપલ કમીશ્નરના અધ્યક્ષપદે રચનારી કમીટી પોલીસ અધિકારીઓ તેમજ ટ્રાફીક બ્રિગેડ અને અસગ્રસ્ત ક્ષેત્રોમાં શાળા-કોલેજ વેપારી સંસ્થાઓની સાથે મળીને કામ કરશે.

ચિતન શીબીરમાં સનદી અધિકારીઓના જુથે શહેરી પરીવહન સેવાઓ માટે પણ એક અલાયદુ સત્તા મંડળ રચવા ભલામણ કરી છે. જેમાં ઉદાહરણ સાથે કહેવાયું છેકે, અમદાવાદ શહેરને અડીને સાણંદ મહેમદાવાદ, કલોલ, કડી અને ગાંધીનગર શહેર જેવા શહેરો છે.

આવા શહેરોમાં નાગરીક પરીવહન સેવા-અર્બન ટ્રાન્સપોર્ટને વધુ વ્યવસ્થીત બનાવવા અર્બન મેટ્રોપોલીટન ટ્રાન્સ્પોર્ટ ઓથોરીટી યુએમટીએ જેવી એક સંયુકત ટ્રાન્સપોર્ટ ઓથોરીટી બનાવવી જાેઈએ. તેના માટે કાયદોપણ ઘડવામાં આવે અને તેના સંચાલન માટે કોપર્સ ફંડની પણ રચના થાય જેથી પબ્લીક ટ્રાન્સપોર્ટેશનના નેટવર્કથી ટ્રાફીકની સમસ્યાને હલ કરી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.