શામળાજી આર્ટ્સ કોલેજમાં એથ્લેટીક્સ તેમજ આર્ચરી સ્પર્ધામાં વિદ્યાર્થીઓ વિજેતા થયા
મોડાસા: શામળાજી પ્રદેશ કેળવણી મંડળ સંચાલિત શ્રી કે. આર.કટારા આર્ટ્સ કોલેજ શામળાજીમાં તા.27,28,29/11/2019પાટણ મુકામે 31મો આંતર કોલેજ ખેલકૂદ રમતોત્સવનો પાટણ માંપ્રારંભ થયો હતો.જેમાં આર્ટ્સ કોલેજ શામળાજીમાં 16 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં લાંબી કુંદમાં ડુન્ડ કિરણ ,ત્રીજા નંબર પર 200 મીટર દોડમાં ખરાડી શૈલેષ બીજા નંબર પર તેમજ 100*4રીલે માં ત્રીજા નંબર પર તેમજ લંગડી ફાલકુદ માં ડુન્ડ કિરણ બીજા નંબર પર આવ્યા હતા.
આ ઉપરાંત તા.2/12/2019વડગામ ખાતે આર્ચરી સ્પર્ધાનું ભાઇઓ-બહેનોનું આયોજન થયું હતું.જેમાં બહેનોમાં ભગોરા કિંજલ પ્રથમ નંબરે તેમજ ભાઈઓમાં સુવેરા કલ્પેશ બીજા નંબરે તેમજ હિમાંશુ ત્રીજા નંબરે આવ્યા હતા.ડૉ. એ. કે. પટેલ સાહેબે તેમજ મંડળના મંત્રી શ્રી દિલીપભાઈ કટારા એ વિદ્યાર્થીઓને તેમજ બંને ટિમ મેનેજરડૉ. ઉર્વશીબેન પટેલનર ડૉ. માલતીબેન પટેલ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.