Western Times News

Gujarati News

લોન લેનાર વીમાધારકના નિધન બાદ વિધવાની 61 લાખની લોન માફ કરાઈ

ડીસીબી બેક (DCB Bank) દ્વારા લોનધારકના અવસાન બાદ ઈએમઆઈ (EMI) પેટે વસુલેલી આશરે રૂ.ર૪ લાખ જેટલી રકમ સાત ટકા વ્યાજ સાથે પરત કરવા પણ હુકમ કર્યો હતો.

ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ પંચનો ઐતિહાસિક ચુકાદો-લોનધારકના અવસાન બાદ બેંક દ્વારા ઈએમઆઈ પેટે વસુલાયેલી રૂ.ર૪ લાખ જેટલી રકમ સાત ટકા વ્યાજ સાથે પરત કરવા હુકમ

આઈસીઆઈસી લોમ્બાર્ડ વીમા કંપનીને (ICICI Lombard) પણ વીમા રકમ રૂા. ૪,ર૩,૧૭૦ કુલ ૯ ટકા વ્યાજ સાથે ફરીયાદીને ચુકવી આપવા પંચે હુકમ કર્યો હતો.

(એજન્સી)અમદાવાદ, મોગજ રીડમ્પશન ટર્મ એન્શ્યોરન્સ પોલીસી અંતર્ગત લોનધારક વીમેદારના નિધન બાદ તેમના નોમીની વિધવાને મળવાપાત્ર લાભ નહી આપતાં ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમીશનના પ્રમુખ ડી.ટી. સોની અને મેમ્બર જીગર જાેષીએ એક ઐતિહાસિક ચુકાદા મારફતે બેક દ્વારા મોર્ગેજ કરેલી,

વીમેદારની બંને મીલકત મુકત કરી ડયુ સર્ટીફીકેટ આપવા અને વીમાધારકના અવસાન પછી બાકી રહેતી લોનની રકમ બેક સ્ટેટમેન્ટ મુજબ તા.૪-૬-ર૦ર૧ની સ્થિતીએા રૂા.૬૦ લાખ ૮ર હજાર થાય છે. તે માફ કરવા ડીસીબી બેકને બહુ મહત્વનો આદેશ કર્યો છે.

એટલું જ નહી, ડીસીબી બેક દ્વારા લોનધારકના અવસાન બાદ ઈએમઆઈ (EMI) પેટે વસુલેલી આશરે રૂ.ર૪ લાખ જેટલી રકમ સાત ટકા વ્યાજ સાથે પરત કરવા પણ હુકમ કર્યો હતો. 61 lakh loan of the widow was waived off after the death of the insured who took the loan

તો, કમીશને મેજર મેડીકલ ઈલનેસના બહાને વિધવાનો દાવો નકારનાર આઈસીઆઈસી લોમ્બાર્ડ વીમા કંપનીને (ICICI Lombard) પણ વીમા રકમ રૂા. ૪,ર૩,૧૭૦ કુલ ૯ ટકા વ્યાજ સાથે ફરીયાદીને ચુકવી આપવા પંચે હુકમ કર્યો હતો. ફરીયાદી વિધવા સરલાબેન ગુર્જર કર્યો હતો.

ફરીયાદી વિધવા ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ક્રાંતી ફાઉન્ડેશનના પ્રમુખ સુચીતીરા પાલ મારફતે ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કરેલી ફરીયાદમાં એ મતલબની રજુઆત કરી હતી કે, ફરીયાદી વિધવા મહીલાના પતી જયેશભાઈ ગુર્જર દ્વારા ડીસીબી બેક (DCB Bank, CG Road Ahmedabad)  સીજીરોડ, અમદાવાદમાંથી પાંચ વર્ષના વીમા સાથે બે પ્રોપર્ટી મોર્ગેજ કરી રૂા. ૮૦ લાખની ધંધાકીય લોન લીધી હતી.

તેમાંથી એમઆરટીએ મોર્ગેથજ રીડમ્પ્શન ટર્મ એશ્યોરન્સ પોલીસીના પ્રીમીયમ પેટે રૂા. પ૦ હજાર લોનધારકના ખાતામાંથી બારોબાર કપાત કરી લેવાયા હતા. જે તે વખતે વીમા કંપની દ્વારા રૂા.પ૦ હજારના પ્રીમીયમ ની સામે એક જ તારીખે બે પોલીસી ઈશ્યુ કરાઈ હતી.

જાેકે, બેક તરફથી ફરીયાદી ગ્રાહકને એક જ પોલીસીની નકલ પુરી પાડવામાં આવી હતી. દરમ્યાન તા.૧૯-પ-ર૦૧૧ ના રોજ જયેશભાઈને કોરોનાથી કાર્ડીયો એરેસ્ટ આવતાં તેમનું નિધન થયું હતું. બાદમાં ફરીયાદી વિધવાએ વારસદારની પત્ની તરીકે વીમા કંપની અને બેંક પાસેથી મળવાપાત્ર વીમા લાભ મેળવવા દાવો કર્યો હતો.,

જાેકે, વીમા કંપનીએ કોરોના બિમારીને કારણે ઉભી થયેલી હાર્ટએટેકની પરીસ્થિતીને મેજર મેડીકલ ઈલેનેશન માનવાનો ઈન્કાર કરી દાવો નકારી દીધો હતો. તો બેક સત્તાવાળાઓએ પણ બીજી પોલીસી તેમને પાસે છુપાવી રાખી પોલીસી મુજબ લોન માફ કરવાનો ઈનનકાર કર્યો હતો.

ફરીયાદી વિધવા મહીલા તરફથી વીમા કંપની એક બેંક પાસેથી મળવાપાત્રો લાભ અપાવવા પંચને વિનંતી કરવામાં આવી હતી. બીજીબાજુ કેસની સુનાવણી દરમ્યાન ડીસીબી બેક તરફથી કોઈ પ્રતીનીધી હાજર રહયયુું ન હતુ કે, કોઈ સોગંદનામું પણ રજુ કરવામાં આવ્યું ન હતું. છેવટે પંચના પ્રમુખ ડી.ટી.સોની અને મેમ્બર જીગર જાેષીની બેચે ઉપર મુજબ સોમાચીહ્નરૂપ ચુકાદો જાહેર કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.