આ જિલ્લામાં ૧૪૦ કર્મીઓ અને નાયબ મામલતદારની બદલીથી હલચલ મચી ગઈ
મોડાસા, અરવલ્લી જિલ્લામાં વિવિધ કચેરીઓમાં વધુ સમયથી એક જ જગ્યાએ નોકરી કરતા નાયબ મામલતદાર, મહેસુલ કલાર્ક, રેવન્યુ તલાટી અને કલાર્ક સંવર્ગના કર્મચારીઓ મળી કુલ ૧૪૦ કર્મીઓની આંતરિક બદલીના આદેશ પ્રશિસ્ત પારીક કલેકટર દ્વારા કરાયા છે જેને લઈ કર્મચારીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો છે. Transfer of 140 workers and Deputy Mamlatdar in this district
અરવલ્લી જીલ્લાના મહિલા કલેકટરે બદલીઓનો ગંજીપો ચીપ્યો છે. તે બદલીઓના આદેશમાં ૪ર નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી ૬૯ તેમજ ૩૧ કલાર્કનો સમાવેશ થાય છે. બાયડ મામલતદાર ઓફીસ તથા પ્રાંત કચેરીમાંથી ૬ નાયબ મામલતદાર કક્ષાના કર્મચારીઓની ટ્રાન્સફર કરાઈ છે.
માલપુર, મેઘરજ, મોડાસા, ધનસુરા, બાયડ અને ભિલોડા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓની અન્ય તાલુકાઓમાં બદલી કરાઈ છે અને ૬ મામલતદાર કચેરીઓમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટીઓની પણ બદલી કરાઈ છે. જિલ્લા કલેકટરે વહીવટી અનુકુળતા અને જાહેર હિતમાં આંતરિક બદલીઓ કરી છે.