લો બોલો! જ્યાં પેવર બ્લોક નંખાયેલા છે ત્યાં ફરી નાંખવાની મંજૂરી અપાઈ
ખાંટના મુવાડા પ્રા.શાળામાં પેવર બ્લોક નાખેલ હોવા છતાં ફરી નાંખવાની મંજૂરી અપાઇ -તાલુકા વિકાસ અધિકારી દ્વારા વહીવટી મંજૂર કામોના સ્થળની તપાસ કરવા ટીમો બનાવી
(પ્રતિનિધિ)ગોધરા, સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના કામો કરવા અનેક યોજના બનાવી છે. પરંતુ કેટલાક લાલચુ વ્યક્તિઆ અગાઉ કામ થયેલ હોવા છતાં તે સ્થળના ફરીથી કામો કરાવીને ભ્રષ્ટાચાર કરતાં હોય છે.
પંચમહાલ જિલ્લા સહીત ગોધરા તાલુકામાં આવા અગાઉ કરેલા કામના સ્થળ પર ફરીથી વહીવટી મંજૂરી મેળવીને ભ્રષ્ટાચાર કરીને સરકાર સાથે છેતરપીંડી કરતાં હોય છે.આવુ જ ગોધરા તાલુકાના બેટીયા ગામની ચાંચપુર પ્રા. શાળામાં પેવર બ્લોકમાં જાેવા મળ્યું હતું.
ગોધરા તાલુકા પંચાયતમાં ૧૫ ટકા વિવેકાધિન જાેગવાઇ હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ માં ૧.૩૦ કરોડથી વધુ રકમના કામોની દખાસ્ત આવતાં કામઓની વહીવટી મંજુરી આપવામાં આવી છે. ગોધરા તાલુકાના ગામડાઓમાં શાળાઓ, પીએચસી સેન્ટર તથા ફળીયાઓમાં પેવર બ્લોક,સીસી રોડ બનાવાના કામોની વહીવટી મંજૂરી આપવામા આવી છે.
ત્યારે ગોધરાના બેટીયા ગામે ખાંટના મુવાડા પ્રાથમીક શાળામા પેવર બ્લોકના કામ માટે બે લાખ રૂપીયાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ખાંટના મુવાડા ગામની પ્રા.શાળામાં અગાઉ અન્ય યોજનામાં પેવર બ્લોકનું કામ થયેલ હોવાની રજુઆત ટીડીઓને કરવામં આવી હતી.
શાળામાં અગાઉ પેવર બ્લોક હોવા છતાં ફરીથી તે સ્થળ ઉપર પેવર બ્લોકના કામની વહીવટી મંજૂરી આપતા ગોધરા તાલુકા વિકાસ અધીકારી દ્વારા તાલુકામાં વિવેકાધિન જાેગાવઇ હેઠળ આપેલા વહીવટી મંજુરી આપેલ કામના સ્થળ તપાસ કરવા ટીમોની રચના કરી છે.
શાળાઓ, ફળીયા તથા પીએચસી સેન્ટર સહીત કામો થવા છેે તે સ્થળ ઉપર અગાઉ તે જ કામ થયા છે કે નહિ તેની તપાસ કરવા અધીકારીઓને જણાવું છે. ત્યારે યોજનાઓમાં સરકાર લાખો રૂપીયા વિકાસના કામ કરવા આપે છે. પણ તેનો સદઉપયોગ થયા છે કે નહિ તેની જવાબદારી જવાબદાર અધીકારીના સીરે હોય છે.તો તાલુકામાં તપાસ કર્યા બાદ જાે કામ થયેલ જણાઇ આવશે તો ટીડીઓ આગળની કાર્યવાહી કરશે.
તાલુકામાં ૧.૩૦ કરોડથી વધુ રકમના વિવેકાધિન જાેગવાઇ હેઠઇ કામોની વહીવટી મંજુરી આપી છે. ખાંટના મુવાડા પ્રા.શાળમાં પેવર બ્લોક કામની પણ વહીવટી મંજૂરી આપી છે. રજુઆત મળી છે તો સ્થળ ઉપર તપાસ કરવામાં આવશે સાથે અન્ય વહીવટી મંજુરી આપેલ અન્ય કામોના સ્થળ તપાસ કરવામાં આવશેઃ ધર્મિષ્ઠાબેન .ડી.ગાવિત,તાલુકા વિકાસ અધિકારી,ગોધરા.