વરસાદની આડમાં કંપનીઓ દ્વારા છોડવામાં આવતું કેમિકલથી પશુધનને ખતરો
સરીગામ, હાલમાં ચોમાસાની સિઝન હોવાથી વરસાદ દરમિયાન સરીગામ જીઆઇડીસી માં આવેલી અમુક ફેક્ટરીઓમાંથી કેમિકલ યુક્ત પ્રવાહી ડ્રેનેજ લાઇન મારફતે ખુલ્લા માં છોડવામા આવતું હોવાની ફરિયાદ જીપીસીબીમાં કરતા અધિકારીએ તપાસ શરૂ કરી છે.
જે જગ્યાએ આ કેમિકલ વાળું પાણી નીકળે છે ત્યાં પટ્ટીઆં પાણીમાં નાખતા સંપૂર્ણ પ્રકારે ગુલાબી રંગની થઇ જાય છે જે સૂચવે છે કે આ પાણી કેમિકલ યુકત પાણી છે,હવે સરીગામ જીપીસીબી ના અધિકારીઓ આવી ફેક્ટરીઓ સામે કાયદાકીય પગલાં ભરી તેને કલોજર આપે તે જરૂરી આવશ્યક છે.
જ્યાં ગંદુ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે ત્યાં પશુધન ત્યા ઢોર -ઢાખર આવીને પાણી પીવે છે જેનાથી પશુધનની જાન હાનિ થઇ શકે છે. ગતરોજ જ સરીગામ જીઆઇડીસી માં એક ગૌવંશ ની ઉપર કેમિકલ યુકત પાણી લાગતાં ગૌવંશ ની હાલત કફોડી બનતાં ગૌરક્ષ ની ટીમ ત્યાં પહોંચી તાત્કાલિક ટ્રીટમેન્ટ હાથ ધરી પશુધનને બચાવી લેવામાં આવ્યું હતું.
જે પ્રમાણે ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ યુક્ત પ્રવાહી છોડી રહી છે તે પ્રમાણે આવા બનાવો સામે આવતા રહેશે તો જીઆઇડીસી ની આવી ફેક્ટરીઓને જીપીસીબી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો આ બાબતે અંકુશ મેળવી શકાય.