Western Times News

Gujarati News

નવી શિણોલ ગામે પંચાયતની બેદરકારીથી ઠેર ઠેર કચરાના ઢગ ખડકાયા

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નવિ શિણોલ ગામે પંચાયતની બેદરકારીના કારણે રહેણાંક વિસ્તારમાં, ગ્રામ પંચાયત કચેરી, પ્રાથમિક શાળા સંકુલ, સાબરકાંઠા બેંકની પાસેજ કચરાના ઢગ ખડકાયેલા નજરે પડે છે,

એ તો ઠીક પણ જ્યાં બીમાર દર્દીઓની સારવાર માટે જાય છે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર તેમજ જ્યાંથી ગામમાં પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે તે વોટર વર્કસ જેવા જાહેર સ્થળો પર પણ કચરાના ઢગ ખડકાયેલા નજરે પડી રહ્યા છે, જેને લઇ ગ્રામજનો માં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે.

છેલ્લા ઘણા સમયથી નવિ શિણોલ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સફાઇ કરી કચરાનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતાં ગામમાં ઠેર ઠેર કચરાના ઢગ ખડકાયા છે, જેને લઇ ગ્રામજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ બાબતે ગામના જાગૃત નાગરિક અને પત્રકાર નિલેશભાઇ પટેલે ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં પંચાયત

દ્વારા કચરાનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતાં તેમણે આ બાબતે આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરતાં ભેસાવાડા આરોગ્ય અધિકારીએ નવિ શિણોલ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને કચરાનો યોગ્ય નિકાલ કરવા બાબતે નોટિસ મોકલી હોવા છતાં તલાટી અને સરપંચ દ્વારા નોટિસની અવગણના કરી આજદિન સુધી કચરો દૂર કરવા માટે કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથી.

આ બાબતે ગ્રામજનોએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, તલાટી કે સરપંચ કોઈ ગામમાં રહેતા નથી તલાટી પોતાના વતનમાંથી અપડાઉન કરે છે, જ્યારે સરપંચ મોડાસા શહેર ખાતે રહેતા હોવાથી ભાગ્યેજ પંચાયત કચેરીમાં હાજરી આપતા હોવાથી ગ્રામજનોને પડી રહેલી હાલાકીને તેઓ સમજી શકતા નથી, પરંતુ જાે પંચાયત દ્વારા તાત્કાલિક ગંદકી દૂર કરવામાં નહી આવે અને એના કારણે ગામમાં રોગચાળો ફેલાશે તો શું તલાટી કે સરપંચ જવાબદારી સ્વીકારશે ખરા.?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.