અમદાવાદમાં મોડી રાતથી મેઘરાજાનું આગમન
અમદાવાદ, અમદાવાદ શહેર વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે. તમામ વિસ્તારમાં હળવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ગઇ કાલે ભારે ગરમી અને બફારા બાદ ગત મોડી રાતથી અમદાવાદના સમગ્ર શહેરમાં મેઘરાજાનું આગમન થતાં ગરમી અને બફારાથી રાહત મળી છે.
અમદાવાદમાં ગત મોડી રાતથી અત્યાર સુધીમાં ૫ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદ પૂર્વમાં પોણો ઈંચ,અમદાવાદ પશ્ચિમમાં એક ઈંચ,અમદાવાદ ઉત્તર-પશ્ચિમમાં એક ઈંચ,દક્ષિણ-પશ્ચિમમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. અમદાવાદ મધ્યમાં પોણો ઈંચ વરસાદ પડ્યો, અમદાવાદ ઉત્તરમાં અડધો ઈંચ તેમજ અમદાવાદ દક્ષિણમાં એક ઈંચ વરસાદ વરસ્યો, અમદાવાદ શહેરમાં અત્યારે પણ ઝરમર વરસાદ શરૂ થયું. રાજકોટના ગોંડલ તાલુકામાં ધોધમાર ૩ ઈંચ વરસાદ વરસ્યો હતો.
ધોધમાર વરસાદથી ગોંડલમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ગોંડલના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઉમવાડા અંડરબ્રિજ નીચે પાણી ભરાયા હતા. બોટાદ શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી બોટાદમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હતા. સારંગપુર રોડ પરના અંડરપાસમાં પાણી ભરાયા હતા.
એક ફૂટ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. બોટાદ પાલિકાની કામગીરી પર ફરી સવાલ ઉઠી રહ્યા છે. ખેડા અને આણંદ જિલ્લામાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી નડીયાદમાં પાણીમાં કાર ફસાઈ હતી. શ્રેયસ ગરનાળામાં ભરાયેલા પાણીમાં કાર ફસાઇ હતી. કારમાં ફસાયેલા ચારેય લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૭૩ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે આણંદના ખંભાતમાં ૫ ઈંચ વરસાદ વરસ્યો હતો.
૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ખેડાના નડિયાદમાં પોણા ૫ ઈંચ, નવસારીના જલાલપોરમાં ૪ ઈંચ, ૨૪ કલાકમાં અરવલ્લીના મોડાસામાં પોણા ૪ ઈંચ, ભાવનગરના સિહોરમાં પોણા ૪ ઈંચ, આણંદ અને તારાપુરમાં પોણા ૪ ઈંચ વરસાદ વરસ્યો હતો.
તે સિવાય બોટાદ, સંખેડા અને ધંધુકામાં ૩ ઈંચ, પેટલાદ અને વઢવાણમાં ૩ ઈંચ, બરવાળા, મહેમદાબાદ અને મહેસાણામાં અઢી ઈંચ, મેઘરજ, પ્રાંતિજ અને ચોર્યાસીમાં ૨ ઈંચ, ગોધરા, ઉમરગામ, વલભીપુરમાં ૨ ઈંચ, ખાનપુર, હાલોલ અને વાગરામાં ૨ ઈંચ, પાદરા, લુણાવાડા, લખતરમાં ૨ ઈંચ, સાયલા, ચુડા અને શહેરામાં પોણા ૨ ઈંચ, વડોદરા શહેર, ઉમરેઠ અને ઉનામાં પોણા ૨ ઈંચ, વસો, લીંબડી અને ઝાલોદમાં પોણા ૨ ઈંચ, ભાવનગર શહેર, જસદણ અને વિંછીયામાં પોણા ૨ ઈંચ વરસાદ વરસ્યો હતો.
લાઠી, બહુચરાજી અને ઠાસરામાં દોઢ ઈંચ, ડેસર, બોરસદ અને ડભોઈમાં દોઢ ઈંચ, સોજીત્રા, લીલીયા, ચોટીલા અને મહુધામાં દોઢ ઈંચ, દહેગામ, સંતરામપુર અને ખેડામાં દોઢ ઈંચ, ભિલોડા, રાણપુર અને સુરત શહેરમાં સવા ઈંચ, ગઢડા, મોરવા હડફ અને ગોંડલમાં સવા ઈંચ, માતર, દસક્રોઈ અને માલપુરમાં સવા ઈંચ, ગળતેશ્વર, ગાંધીનગર શહેર અને તલોદમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.SS1MS