Western Times News

Gujarati News

વયોવૃદ્ધ પડોશી સામે દાઝ રાખીને છેડતીની ખોટી ફરિયાદ કરાઈ

નવી દિલ્હી, છેડતીના કેસ સતત વધી રહ્યા છે અને તેમાં કેટલીક વખત અસલીની સાથે નકલી કેસ પણ જાેવા મળે છે. સૂકા ભેગું લીલું બળે તેવી રીતે કેટલાક લોકોને છેડતીના કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવતા હોય તેવું પણ થાય છે. A false complaint of molestation was filed against an elderly neighbor

અમદાવાદમાં પણ આવો એક કેસ નોંધાયો છે જેમાં એક વ્યક્તિએ પોતાના વયોવૃદ્ધ પડોશી સામે દાઝ રાખીને તેના પર છેડતીનો ખોટો કેસ કરાવ્યો હતો, પરંતુ સિનિયર સિટિઝને પોતાની પ્રતિષ્ઠા બચાવવા બદનક્ષીનો કેસ કર્યો અને તેમાં જીતી ગયા છે. કોર્ટે આ સિનિયર સિટિઝનને ૧૦૦૦ રૂપિયા ચુકવવા માટે ફરિયાદીને આદેશ આપ્યો છે.

કેસની વિગત પ્રમાણે શાહીબાગ વિસ્તારમાં રહેતી એક વ્યક્તિએ સપ્ટેમ્બર ૨૦૧૪માં નવરાત્રી દરમિયાન પોતાના વૃદ્ધ પડોશી તથા બીજા બે લોકો સામે પોલીસ ફરિયાદ કરાવી હતી. તેનો આરોપ હતો કે આ લોકો નવરાત્રી દરમિયાન એકઠા થયા હતા અને મહિલાઓની છેડતી કરવા માટે લોકોને ઉશ્કેરતા હતા.

આ આરોપોમાં તથ્ય નથી તે પહેલેથી સ્પષ્ટ હતું. સપ્ટેમ્બર ૨૦૧૪માં સોમનાથ નગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવના આયોજનને લઈને એક ઝઘડો થયો હતો. તેમાં એક વ્યક્તિએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી કે કેટલાક વૃદ્ધો ભેગા થઈને લોકોને છેડતી કરવા માટે ઉશ્કેરે છે.

સિનિયર સિટિઝનોએ પોતાની બદનામી કરતી ફરિયાદ સામે સખત વાંધો લીધો અને બદનક્ષીનો કેસ કર્યો. તેમાંથી બે વ્યક્તિ કેસમાંથી પાછી ખસી ગઈ, પરંતુ એક સિનિયર સિટિઝન છેક સુધી લડી લેવા માટે તૈયાર હતા. તેમણે કહ્યું કે તેમને રૂપિયા નથી જાેઈતા, પરંતુ તેમના પર જે આરોપ લાગ્યો છે તે માટે ન્યાય જાેઈએ છે.

પોલીસે તેમને નિવેદન લખાવવા માટે પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા તે વાત તેમને અપમાનજનક લાગી હતી. જાેકે, પોલીસને તો ત્યારે જ ખબર પડી ગઈ હતી કે તેમની સામેનો આરોપ ખોટો છે. આ સિનિયર સિટિઝને કોર્ટને જણાવ્યું કે ઘટના જ્યારે બની ત્યારે તેઓ ૭૭ વર્ષના હતા અને બે દાયકા અગાઉ એક બાયપાસ સર્જરી કરાવી હતી.

પેરાલિસિસના એટેકના કારણે છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ઘરમાં જ હતા. આવી સ્થિતિમાં તેમના જેવા વૃદ્ધ માણસ સામે છેડતીની ખોટી ફરિયાદ કરવામાં આવે તે ચલાવી ન લેવાય. અસલ ફરિયાદીએ પણ કોર્ટમાં આવીને કબૂલ્યું કે તે સિનિયર સિટિઝનોને બદનામ કરવા માંગતા ન હતા, તથા આ ઘટના બદલ તેમને અફસોસ થયો છે.

તેણે એમ પણ કહ્યું હતું કે ૨૦૧૧માં તેમને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો ત્યારે ત્રણ લોકોએ નવરાત્રી વખતે એમ્બ્યુલન્સનો રસ્તો રોક્યો હતો અને એમ્બ્યુલન્સ ઘર સુધી પહોંચી શકી ન હતી. સિવિલ જજ એચ એચ ઠક્કરે દલીલો સાંભળ્યા પછી કહ્યું કે આ કેસમાં ફરિયાદીનો ઈરાદો શું હતો તે મહત્ત્વનું નથી, પરંતુ તેનાથી અરજકર્તાની પ્રતિષ્ઠા ખરડાઈ છે તે વાત મહત્ત્વની છે. તેથી ફરિયાદીએ અરજકર્તા સિનિયર સિટિઝનને ૧૦૦૦ રૂપિયા ચુકવવા પડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.