Western Times News

Gujarati News

રેલવે છેલ્લા ૧૦ વર્ષમાં એના સૌથી ખરાબ સમયમાં પહોંચી

file

નવીદિલ્હી, એક તરફ મોદી સરકાર દેશમાં બુલેટ ટ્રેન લાવવાની તૈયારીમાં છે ત્યારે બીજી તરફ ભારતીય રેલવે છેલ્લા ૧૦ વર્ષમાં એના સૌથી ખરાબ સમયમાં પહોંચી છે. આર્થિક મંદીના માહોલમાં રેલવેની કમાણી પણ નીચલા સ્તરે પહોંચી છે. કેગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રેલવેને ચલાવવાનો ખર્ચ ૯૮.૪૪ ટકા થયો છે. સાદી ભાષામાં કહીએ તો રેલવે ૧૦૦ રૂપિયા કમાણી કરવા માટે ૯૮.૪૪ રૂપિયાનો ખર્ચ કરે છે, એનો મતલબ છે કે તેને માત્ર ૧.૫૬ રૂપિયાનો નફો થાય છે. રેલવે એના તમામ સંસાધનો દ્વારા પણ બે ટકા સુધીનો નફો કરી શકતી નથી.

કેગે કહ્યું છે કે ગત બે વર્ષમાં રેલવેએ આઈબીઆર-આઈએફ હેઠળ જે ભંડોળ એકઠું કર્યું છે એનો વપરાશ કર્યો નથી. કેગે ભલામણ કરી છે કે રેલવેએ બજાર માંથી જે ભંડોળ લીધું છે એનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. રેલવેએ મહેસૂલી આવક વધારવા માટે પણ પ્રયાસ કરવા જોઈએ. જો કેગના આ આંકડાને સરળ ભાષામાં સમજવામાં આવે તો રેલવે ૯૮ રૂપિયા ૪૪ પૈસા લગાવી ફકત ૧૦૦ રૂપિયાની કમાણી કરી રહ્યું છે એટલે કે રેલવેને ફકત એક રૂપિયો ૫૬ પૈસાનો નફો થઇ રહ્યો છે જે વ્યાપારિક નજરે સૌથી ખરાબ સ્થિતિ છે.તેની સીધો અર્થ એ છે કે પોતાના તમામ સંસાધનોથી રેલવે ૨ ટકા પૈસા પણ કમાઇ શકતુ નથી કેગના રિપોર્ટર્ અનુસાર નુકસાનનું મુખ્ય કારણ ઉચ્ચ વૃદ્ધિ દર છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં ૭.૬૩ ટકા સંચાલનવ્યયની સરખામણીમાં ઉચ્ચ વૃદ્ધિ દર ૧૦.૨૯ ટકા હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય રેલનો કુલ ખર્ચ ૨૦૧૬-૧૭માં ૨,૬૮,૭૫૯.૬૨ કરોડ રૂપિયાથી ૨૦૧૭-૧૮માં વધી ૨,૭૯,૨૪૯.૫૦ કરોડ રૂપિયા થઇ ગયો જયારે મુડીગત ખર્ચ ૫.૮૨ ટકાથી ધટયો છે અને વર્ષ દરમિયાન મહેસુલ ખર્ચમાં ૧૦.૪૭ ટકાનો વધારો થયો છે તેમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારી ખર્ચ પેન્શન વળતર અને રોલિંગ સ્ટાક પર પટ્ટા ભાડાનો પ્રતિબથધ્ધ ખર્ચ ૨૦૧૭-૧૮માં કુલ સંચાલન ખર્ચના લગભગ ૭૧ ટકા હતો. કેગે રેલવેની ખરાબ સ્થિતિ માટે ગત બે વર્ષમાં આઇબીઆર આઇએફના હેઠળ એકત્રિત કરવામાં આવેલ પૈસાનો ઉપયોગ ન થવાનું બતાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.