મુંબઈ એરપોર્ટ પર અપાતી સર્વિસથી જરાય ખુશ નથી મંદિરા બેદી
મુંબઈ, મંદિરા બેદી હાલમાં જ બંને બાળકો સાથે ત્રણ દેશમાં સમર વેકેશન માટે ગઈ હતી. વેકેશન સ્પોટ માટે તેણે જીનિવા, ડેનમાર્ક અને ગ્રીસ પસંદ કર્યું હતું. લાંબા વેકેશન બાદ ઘરે પરત ફરી વખતે તેણે મુંબઈ એરપોર્ટ પર ખૂબ જ ખરાબ સર્વિસનો સામનો કરવો પડ્યો હતો. Mandira Bedi is not happy with the service provided at Mumbai airport
જ્યાં તેણે અલગ-અલગ કન્વેયર બેલ્ટ પર ટ્રિપ દરમિયાન લઈ ગયેલી દરેક બેગની શોધખોળ કરવી પડી હતી. એક્ટ્રેસમાંથી સ્પોર્ટ્સ રિપ્રેઝન્ટેટર બનેલી મંદિરા બેલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક લાંબી નોટ શેર કરી હતી અને મંગળવારે સવારે જ્યારે તેની ફ્લાઈટ મુંબઈમાં લેન્ડ થઈ ત્યારે તેણે કેટલી અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો તે વિશે લખ્યું હતું.
તેણે સામાન વિશે કોઈ જ માહિતી આપવામાં આવી નહોતી અને તેના કારણે મુસાફરોએ લાચારી અનુભવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મંદિરા બેદીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે ‘તો બે અઠવાડિયા, ત્રણ દેશ અને છ એરપોર્ટ બાદ. મારા બાળકો અને મને મુંબઈના ટર્મિનલ ૨ પર કડવો અનુભવ થયો હતો.
સ્ક્રીન પર અથવા કન્વેયર બેલ્ટ પર આવી રહેલી એક પણ ફ્લાઈટ વિશેની માહિતી ડિસ્પ્લે કરવામાં આવી નહોતી. લાચાર મુસાફરોને ખબર નહોતી પડતી કે તેઓ ક્યાં જાય’.
પોતાના સામાન વિશે આગળ તેણે લખ્યું હતું કે ‘ત્રણ બેલ્ટ મિસ કર્યા બાદ અને એક કલાક સુધી અહીંયા ત્યાં પૂછપરછ કર્યા બાદ મેં એક બેલ્ટ મારી એક બેગને એકલી પડેલી જાેઈ હતી અને બીજી બેગને અન્ય બેલ્ટ પાસે મૂકી દેવામાં આવી હતી. ઘર પર કેવું સ્વાગત કરવામાં આવ્યું!’. વેકેશનની વાત કરીએ તો, તેણે સોશિયલ મીડિયા પર ત્રણ અલગ-અલગ સ્પોટ અને ત્યાં તેણે કેવી રીતે વેકેશન એન્જાેય કર્યું તેની ઝલક દેખાડતી રીલ શેર કરી હતી.
જીનિવા માટે તેણે લખ્યું હતું ‘પરિવાર સાથે જીનિવામાં. ચીઝ, ચોકલેટ ફેક્ટરી ટુર, હોમમેડ પિઝ્ઝા અને વૃક્ષ પરથી નીચે કૂદકો મારી સ્વિમિંગ… અમે આ બધું જ કર્યું હતું.
લવ યુ અને વિશાળ હૃદયથી અમારું સ્વાગત કરવા માટે આભાર’. તો ડેનમાર્ક માટે તેણે લખ્યું હતું ‘અમારી વ્હાલી ઈશાના પિક્ચર પર્ફેક્ટ માટે ડેનમાર્કમાં કેટલાક દિવસો, જે સાવચેતીપૂર્વક પ્લાન કરવામાં આવ્યા હતા. સંગીત મિત્રો, પરિવાર, ફૂડ, પ્રેમ અને આનંદ’. તો ગ્રીસ માટે લખ્યું હતું ‘સમર વેકેશન અદ્દભુત રહ્યું. બે અઠવાડિયામાં ત્રણ દેશ. સૂર્ય નીચે આનંદ અને સ્મિત માટેના ઘણા કારણો. મંદિરા બેદી દીકરા વીર અને દીકરી તારા તેમ બે બાળકોની મમ્મી છે.
પતિ રાજ કૌશલનું ૩૦ જૂન ૨૦૨૧ના રોજ હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. ત્યારથી તે બંનેનો ઉછેર એકલા હાથે કરી રહી છે. વીર ૧૨ વર્ષનો થઈ ગયો છે, તેનો જન્મ જૂન ૨૦૧૧માં થયો હતો જ્યારે તારાને કપલે ૨૦૨૦માં દત્તક લીધી હતી. મંદિરા અને રાજના લગ્ન ૧૯૯૯માં થયા હતા. આ પહેલા તેમણે થોડા વર્ષ સુધી ડેટિંગ પણ કર્યું હતું.SS1MS