અમદાવાદ (સાબરમતી)-જોધપુર વંદે ભારત એક્સપ્રેસની શરૂઆત
અમદાવાદ (સાબરમતી) અને જોધપુર વચ્ચે 9 જુલાઈ, 2023થી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા માટે પશ્ચિમ રેલવે તૈયાર છે.
રિકલાઇનિંગ અને આરામદાયક બેઠકો, સ્લાઇડિંગ દરવાજા, વ્યક્તિગત રીડિંગ લાઇટ્સ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ, એટેન્ડન્ટ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન કોલ બટન, બાયો ટોઇલેટ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ડોર, સીસીટીવી કેમેરા વગેરે દ્વારા મુસાફરોને વિશ્વ કક્ષાની આરામ અને સુવિધા પૂરી પાડશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે જાહેર કરેલ પ્રેસ રિલીઝ મુજબ અમદાવાદ (સાબરમતી) – જોધપુર વંદે ભારત એક્સપ્રેસનું નિયમિત સંચાલન 09 જુલાઈ, 2023થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે તથા મંગળવારે નહીં ચાલે.
ટ્રેન નંબર 12462 અમદાવાદ (સાબરમતી) – જોધપુર વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદ (સાબરમતી) થી 16.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.55 કલાકે જોધપુર પહોંચશે. એ જ રીતે, વળતી દિશામાં, ટ્રેન નંબર 12461 જોધપુર – અમદાવાદ (સાબરમતી) વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ જોધપુરથી 05.55 કલાકે ઉપડશે
અને તે જ દિવસે 12.05 કલાકે અમદાવાદ (સાબરમતી) પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના અને પાલી મારવાડ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે.