નવા ડિમોલેશન સેલની રચના કરાશે ગેરકાયદેસર બાંધકામોને અટકાવવા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ગેરકાયદે બાંધકામો સતત વધી રહયા છે. મ્યુનિસીપાલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા બાંધકામ રોકવા અર્ંગેની નોટીસો આપવા છતાં પર માલીકો દ્વારા ગેરકાયદેસર બાંધકામો ચાલુ રાખવામાં આવે છે. આખે આખું ગેરકાયદેસર બાંધકામ ઉભું થઈગયા બાદ તેને તોડવાની કાર્યવાહી કરવી પડે છે.
ગેરકાયદેસર બાંધકામ થતાંની સાથે જ તેને રોકવા માટે હવે એક નવો ડીમોલેશન સેલ ઉભો કરવા અંગેની સુચના ભાજપના સત્તાધીશો દ્વારા આપવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામ થતાની સાથે જ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા પહેલી નોટીસ આપવામાં આવશે અને આ નોટીસની માહીતી ડીમોલેશનની સેલને આપવાની રહેશે.
જેના પર આ સેલ દ્વારા સ્થળ તપાસ કરી અને જાે ફરીથી બાંધકામ થાય તો તાત્કાલીક તેને તોડવાની કામગીરી હાથ ધરાશે. સ્ટેન્ડીગ કમીટીના ચેરમેન હીતેશ બારોટે જણાવ્યું હતું કે શહેરમાં થયેલા ગેરકાયદેસર બાંધકામોની પ્રવૃત્તિને રોકવા માટે નવો સેલ ઉભો કરવાની સુચના આપવામાં આવી છે.
જેમાં ગેરકાયદેસર બાંધકામ ઉભુું થાય ત્યારે એસ્ટેટ વિભાગ દ્વારા પહેલી નોટીસ આપવામાં આવે છે. પ્રથમ નોટીસ આપ્યા બાદ તેની તમામ માહિતી એસ્ટેટ વિભાગની સેન્ટ્રલ ઓફીસ ખાતે નવા સેલને આપવાની રહેશે નવા સેલના કર્મચારીઓ દ્વારા પ્રથમ નોટીસ બાદ જાે ત્યાં ગેરકાયદેસર બાંધકર્મ હજુ ચાલુ કરવામાં આવ્યું હોય તો તેને તોડવા અંગેની કાર્યવાહી કરશે
એક તરફ અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો ઉભા થઈ રહયા છે. અને ચાર ચાર માળ સુધી જયારે ગેરકાયદેસરશ બાંધકામો ઉભા થઈ જાય છે. છતાં પણ એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેને તોડવાની કામગીરી કરતા નથી. એક તરફ જયારે બાંધકામ ચાલુ હોય
ત્યારે તોડવાનું હોય તો અધિકારીએ નિયમો બતાવે છે કે ત્રણ નોટીસ આપવાની એક પ્રક્રિયા છે. નોટીસો આપવાની કામગીરી પુર્ણ થાય નહી ત્યાં સુધી તેને તોડવાની કાર્યવાહી કરી શકે નહી તો પછી આ નવો ડીમોલેશન સેલ ઉભો કરવામં આવશે તે કેવી રીતે કામગીરી કરશે તેના પર સવાલ ઉભા થયા છે.
આ સેલ ઉભો કરવા પાછળ એવી ચર્ચા ચાલી રહી છે.કે તમામ સાથે ઝોનમાં જે ગેરકાયદેસર બાંધકામો થઈ રહયા છે. તેની માહિતી એક જ જગ્યાએથી થાય.