Western Times News

Gujarati News

તુટેલા વીજપોલને લાકડાનો ટેકો-કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ ?

શહેરા, શહેરા તાલુકાના ઢાંકલીયા ગામે આવેલા તોરણ ફળિયામાં પાછલા ઘણા સમયથી ઘરઆંગણા પાસેનો વીજપોલ તુટી જતા સ્થાનિક નાગરિક દ્વારા એમજીવીસીએલ દ્વારા અવારનવાર રજુઆત કરવામા આવી છતા કોઈ કાર્યવાહી કરવામા આવી ન હતી.

પણ વિજતંત્રના કર્મીઓ દ્વારા વીજપોલને લાકડાનો ટેકો આપીને ઉભા કરીને જતા રહ્યા હતા. એકબાજુ અકસ્માતનો ભયથી ભયભીત નાગરિકે એક રસ્તા પર પડી રહેલો વિજથાંબલો વીજતંત્રની મંજુરી લઈને જાતે ઉભો કર્યો છે. પણ જે વાયરનુ જાેડાણ જુના તુટેલા થાંબલા સાથે છે તે નવા થાંબલા સાથે કરવાનું બાકી છે.

ઢાંકલીયાના તોરણ ફળિયામાં છેલ્લા કેટલાય વર્ષોથી લાકડાના સહારે વીજ પોલ જાનહાનીની ભીતિ સેવાઈ રહી છે,શહેરા તાલુકાના ઢાંકલિયા ગામે તોરણ ફળિયામાં વીજપોલ ઘર આંગણે લગાવામા આવ્યો હતો.પણ આ વીજપોલ તુટી જતા તેની જગ્યાએ નવો વીજપોલ નાખવા માટે શહેરા એમજીવીસીએલ તંત્રને લેખિત અને મૌખિક રજુઆત સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા કરવામા આવી હતી.

પણ કોઈ પરિણામ જાેવા મળ્યુ નહોતુ, ઉલટાનુ એમજીવીસીએલના કર્મચારીઓ સિમેન્ટના વિજપોલન લાકડાનો ટેકો આપીને જતા રહ્યા હતા. સવાલ એ થાય છે આ લાકડાનો ટેકો પડ઼ી જાય અને કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ તે પણ એક સવાલ છે.

વારંવાર રજુઆતો છતા કોઈ પરિણામ ન આવતા તેમને રોડ પર પડી રહેલો એક વીજથાંબલો જાતે ખેચી લાવીને નાખ્યો હતો. પણ હજી જે વાયરોનું જાેડાણ છે તે જુના તુટેલા વીજથાંબલા પર જાેવા મળી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.