Western Times News

Gujarati News

10 જુલાઈથી RTO કચેરી બહાર રીક્ષાચાલકો ભુખ હડતાળ પર બેસશે

પ્રતિકાત્મક

ઓલા-ઉબેરના વિરોધમાં રીક્ષાચાલકો 72 કલાકની ભુખ હડતાળ કરશે

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઓલા-ઉબેર સહીતની એપ્લીકેશન મારફતે મુસાફરોને લઈ જતી કંપનીઓો સામે રીક્ષાચાલકોની અનેક રજુઆતો બકાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં હવે રીક્ષાચાલકોએ ૭ર કલાકની ભુખ હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે.

૧૦ જુલાઈથી આરટીઓ કચેરી બહાર રીક્ષાચાલકો ભુખ હડતાળ પર બેસશે. આ દરમ્યાન તેમના પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો તેઓ હડતાળ પાડવાની પણ તૈયાર કરશે.

અમદાવાદ રીક્ષાચાલકો એકતા યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન એપ્લીકેશન ઓલા, ઉબેર, રેપીડો દ્વારા રીક્ષાચાલકોને ખુબ જ મુશ્કેલી અને તકલીફ પડીી રહી છે. જેના અનુસંધાને ઓનલાઈન કંપનીઓમાં રીક્ષાચાલકો એસો.દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી.

આ ઉપરાંત અમદાવાદ આરટીઓ કચેરી ખાતે પણ ફરીયાદ આપવામાં આવી હતી. એસો.દ્વારા આ ઉપરાંત અમદાવાદ પોલીસ કમીશ્નરને અન ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર કમીશ્નર વાહન વ્યવહાર મંત્રીને પણ લેખીત આવેદનપત્ર આપીને વ્યથા રજુ કરી હતી.

આમ અનેક રજુઆતો કરવા છતાં એપ્લીકેશન દ્વારા ચાલતી કંપનીઓ પ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી હોવાથી રીક્ષાચાલકોમાં ભારે રોષ ફેલાયો છે. જેથી આ મુદે હવે રીક્ષાચાલકો આક્રમક મુુડમાં જણાઈ રહયા છે. અને આગામી ૧૦ જુલાઈ સોમવારના રોજ રીક્ષાચાલકોના પ્રશ્નો માટે ભૂખ હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે.

રીક્ષાચાલકો દ્વારા પોતાના પ્રશ્નોને લઈને ૭ર કલાકની ભુખ હડતાળ પાડવામાં આવશે. આ અભુખ હડતાળમાં ૧૦ રીક્ષાચાલકો બેસવાના છે. જેમાં વિજય મકવાણાં, કિશન કોરી, વીરાજ કોરી, રાજેશ પાટડીયા, પંકજ પરમાર શિવદાસ પાલ દીનેશ સોલંકી કિશોર યાદવ, ભરત ઠાકોરે અને આનંદ વનીયરનો સમાવેશ થાય છે. આરટીઓ કચેરી બહાર રીક્ષાચાલકો ભુખ હડતાળ પર બેસશે.

અમદાવાદ રીક્ષાચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, ભૂખ હહડતાળ દરમ્યાન સરકારની તરફથી કાર્યવાહી કરવામાં નહી આવે તો આવનાર સમયમાં ગાંધીજીના માર્ગે આંદોલન ચાલુ રહેશે. જેમાં પોસ્ટર પ્રદર્શન ચકકાજામ અને જરૂર જણાશે તો હડતાળ પર પાડવામાં આવશે. ભુખ હડતાળ શરૂ થાય તે પહેલાં ૯ જુલાઈના રોજ યુનિયનની બેઠક બોલાચાલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.