કોર્પોરેશનની ઉસ્માનપુરા ખાતેની કચેરીના બિલ્ડીંગમાં ઠેરઠેર તિરાડો
(એજન્સી)અમદાવાદ, એએમસીની ઉસ્માનપુરા ખાતેની પશ્ચિમ ઝોનની કચેરીની બિલ્ડીગમાં તિરાડો પડી ગઈ છે. તેમજ એસ્ટેટ અને ટેક્ષ વિભાગની ઓફીસમાં અને બહાર પાણી ટપકવાને કારણે કર્મચારીઓ અને નાગરીકોને હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.
આ બિલ્ડીીગમાં ટેક્ષ વિભાગની બહાર સીલીગની આખી છત તૂટી ગઈ છે. પશ્ચિમ ઝોનની ઓફીસમાં કેટલાંક સમયથી ઘણી જગ્યાએ તિરાડો પડી ગઈ છે. આ ઝોનલ ઓફીસમાં પશ્ચિમ ઝોનના એડીશનલ સીટી એન્જીનીયરીની ઓફીસ, ડીવાયએમસીની ઓફીસ એસઆરએફડીએલ, બીઆરટીએસ અને ઝોનના વિવિધ વિભાગના વડાઓ
અને અધિકારીઓની ઓફીસ આવેલી હોવા છતાં બિલ્ડીગના રીપેરીગ માટે મ્યુનિ. અધિકારીઓને કોઈ પ્રકારે ધ્યાય આપ્યું ન હોવાનું જાેવા મળી રહયું છે. ટેક્ષ વિભાગની બહાર પણ સીલીગ તૂટેલી જાેવા મળે છે બીઆરટીએસની ઓફીસની બહાર પીઓપીની શીટ તૂટેલી હાલતમાં જાેવા મળી છે.
ઝોનલ ઓફીસના રીપેરીગ માટે પણ કોઈ દરકાર નહી લેનાર અધિકારીઓ પાયાની સુવિધાઓ સહીતની કામગીરી પ્રત્ય્ કેવું અને કેટલું ધ્યાન આપતા હશે ? તેવા પ્રશ્ન સર્જાયો છે. એએમસીની ઉસ્માનપુરા ખાતે આવેલી પશ્ચિમ ઝોનની ઓફીસમાં ઠેરઠેર તિરાડો પડી ગઈ છે.
અને તેનું રીપેરીગ નહી થવાને કારણે વરસાદી પાણી ટપકી રહયું હોવાથી બીજા માળે આવેલી એસ્ટેટ વિભાગના ફલોર પર પાણી ભરાઈ ગયું હતું. આ ફલોર પરથી પાણી સાફ કરવા માટે સ્વીપરને વારંવાર બોલાવવા પડે છે. લાકડાની ફ્રેમ, કબાટ, સહીત ફર્નીચરને નુકશાન થઈ રહયું છે.