Western Times News

Gujarati News

DCM શ્રીરામ ફાઉન્ડેશને કૃષિ-પાણી સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે રૂ. 2.6 કરોડની પ્રાઈઝ ચેલેન્જનું અનાવરણ કર્યું

‘ડીસીએમ શ્રીરામ એગવોટર ચેલેન્જ’ અગ્રણી એગટેક ઉદ્યોગસાહસિકોને 10 લાખ નાના ખેડૂતોની જળ સુરક્ષા અને સમૃદ્ધિ માટે ઉકેલ લાવવા આમંત્રણ આપે છે. ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારનું કાર્યાલય આમાં ભાગીદાર છે

ડીસીએમ શ્રીરામ ફાઉંડેશન અને ધ/નજ ઇન્સ્ટિટ્યૂટના સેન્ટર ફોર સોશિયલ ઇનોવેશનને પ્રિન્સિપલ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની ઓફિસ સાથે મળીને રૂ. 2.6 કરોડની પ્રાઈઝ ચેલેન્જ લોન્ચ કરી છે, જેનો ઉદ્દેશ્ય કૃષિના જોડાણ અને પાણીના કાર્યક્ષમ ઉપયોગમાં નવીનીકરણને પ્રોત્સાહન આપવાનો છે.

આ ચેલેન્જ અગ્રણી એગટેક અને સોશિયલ ઇમ્પેક્ટ ઉદ્યોગસાહસિકોને ભારતના કૃષિ-પાણી ઇકોસિસ્ટમમાં વસ્તીના ધોરણે ઉકેલો અને નવીનતાઓને ખાસ કરીને નાના ખેડૂતો માટે સ્થિર આજીવિકાની તકો પર વ્યાપક અસર સાથે વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે.

ભારતના 80% ભૂગર્ભજળનો ઉપયોગ ખેતી માટે થાય છે પરંતુ તેમાંથી 60%નો બિનકાર્યક્ષમ ઉપયોગ થાય છે. પોષક તત્વો અને ખાતરોના ઉપયોગ અંગેની ખોટી પદ્ધતિઓ અસંતુલન અને જમીનના ધોવાણ તરફ દોરી જાય છે જેના પરિણામે પાણીના ઉપયોગમાં બિનકાર્યક્ષમતા, ભૂગર્ભજળમાં ઘટાડો અને પાકની ઉપજને અસર થાય છે.

આથી પાણીની અછત, તાજા પાણીના સંસાધનોનો બિન-વિવેકપૂર્ણ ઉપયોગ, બિનટકાઉ કૃષિ પદ્ધતિઓ, અનિયમિત વરસાદ પર વધુ પડતી નિર્ભરતા અને આબોહવા પરિવર્તન ભારતના કૃષિ ક્ષેત્રની સ્થિતિને જોખમમાં મૂકે છે, જેના પર 600 મિલિયનથી વધુ ખેડૂતો નભે છે.

આગામી ડીસીએમ શ્રીરામ એગવોટર ચેલેન્જ માટે ધ/નજ પ્રાઇઝમાં રૂ. 2.6 કરોડના નોંધપાત્ર ઇનામનો સમાવેશ થાય છે. આમાં વિજેતા માટે રૂ. બે કરોડના ભવ્ય ઇનામનો સમાવેશ થાય છે, જે ટકાઉ કૃષિ હસ્તક્ષેપો માટેના સૌથી ઉદાર અનુદાન ઇનામોમાંના એકનું પ્રતિનિધિત્વ કરે છે. વધુમાં, અન્ય ત્રણ ફાઇનલિસ્ટમાં કુલ રૂ. 60 લાખનું વિતરણ કરવામાં આવશે જેઓ સફળતાપૂર્વક માઇલસ્ટોન રકમ (રૂ. 30/20/10 લાખ) પાર કરશે.

આ વિષય પર અભૂતપૂર્વ તાકીદ અને અસર ઊભી કરવા માટે આ ચેલેન્જ એગવોટર અને એસએચએફ એક્સપર્ટ ઇકોસિસ્ટમને પણ સક્ષમ કરી રહી છે, જેમાં અગ્રણી કંપનીઓ, સરકારી વિભાગો, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ અને સમગ્ર ભારતમાં તથા વિદેશથી વરિષ્ઠ માર્ગદર્શકો/દ્રષ્ટાનો સમાવેશ થાય છે. આ ઇકોસિસ્ટમ ઉચ્ચ સંભવિત સંશોધકોને પ્રોત્સાહિત કરવા અને તેમના સોલ્યુશન્સને અપનાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે મહત્વની રહેશે જેમાં પીએસએ  આગેવાની લેશે જેને વડાપ્રધાન તથા વિજ્ઞાન અને ટેક્નોલોજીની બાબતોની કેબિનેટને વ્યવહારિક કથા ઉદ્દેશ્યપૂર્ણ સલાહ આપવા માટે કામ સોંપાયું છે.

“મોટા પાયા પર પાણી બચાવવા માટેના કોઈપણ પ્રયાસો કૃષિની જરૂરિયાતો સાથે નજીકથી સંરેખિત હોવા જોઈએ. આવા કાર્યક્રમ માટે હવામાનની સ્થિતિ, પાક અને જાતોની પસંદગી, ઉપજની સંભાવના, પાકની પાણીની જરૂરિયાતો, ઉપલબ્ધ સિંચાઈ સંસાધનો, પાણીની બચત તકનીકો, કૃષિ પ્રણાલીઓ, કૃષિ વિસ્તરણ સેવાઓ, એગ્રીકલ્ચરલ ઇનપુટ્સની સુલભતા, વીજળીની ઉપલબ્ધતા અને અન્ય અનેક સહિતના પરિબળો ચકાસવા પડશે.

વધુમાં, નીતિવિષયક ફેરફારો કે જે ઇનપુટ કિંમતો અને કૃષિ પેદાશોને અસર કરે છે તે પણ ધ્યાનમાં લેવા જોઈએ. નિઃશંકપણે, જળ સંરક્ષણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું અને કૃષિમાં પાણીના ઉપયોગની કાર્યક્ષમતામાં સુધારો કરવો એ અત્યંત પડકારજનક કાર્ય છે.”

“આ બાબતોને ધ્યાનમાં રાખીને ડીસીએમ શ્રીરામ એગવોટર ચેલેન્જને કૃષિમાં પાણી સંબંધિત પડકારોને પહોંચી વળવા પર નોંધપાત્ર ભાર મૂકીને શરૂ કરવામાં આવી છે. આ પડકાર ડિસ્રપ્ટિવ ટેકનોલોજી-સંચાલિત કૃષિ સ્ટાર્ટઅપ્સ અને સામાજિક સાહસિકોને ખાસ કરીને નાના ખેડૂતો માટે સ્કેલેબિલિટી પર કેન્દ્રિત એવી જટિલ સમસ્યાઓના નવીન અને મૂર્ત ઉકેલો પ્રદાન કરવા આમંત્રિત કરે છે”, એમ ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશનના પ્રમુખ અમન પન્નુએ જણાવ્યું હતું.

“તાજેતરના વર્ષોમાં કૃષિ-પાણીની સમસ્યાઓને સંબોધતા આકર્ષક ઉકેલોએ વેગ પકડ્યો છે ત્યારે નાના અને સીમાંત ખેડૂતો માટે કિફાયતી અને સુલભ મોડલ્સમાં ઘણી ઓછી ક્ષમતા છે. ભૂગર્ભજળ પરની તેમનું વધુ અવલંબન અને જળ તણાવ/આબોહવા પરિવર્તન, જમીનની ઉત્પાદકતા, કિંમત અને બજારના જોખમો પ્રત્યે વધતી જતી નબળાઈને કારણે સમસ્યાનું નિરાકરણ લાવવાની જરૂર છે.

ડીસીએમ શ્રીરામ એગવોટર ચેલેન્જ જેવો પ્રેરક પડકાર, એગટેકને આ જટિલ સમસ્યા માટે ઝડપી નવીનતા વિકસાવવા, નિદર્શન કરવા અને લાગુ કરવા માટે પ્રેરે છે. કૃષિમાં પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે નવીનતા સમગ્ર દેશમાં 600 મિલિયનથી વધુ નાના ખેડૂતો માટે આર્થિક પરિણામોને સુધારવાની ક્ષમતા ધરાવે છે”, એમ ધ/નજ પ્રાઇઝના ડિરેક્ટર શ્રી કનિષ્ક ચેટર્જીએ જણાવ્યું હતું.

આ અત્યંત અપેક્ષિત ચેલેન્જ મોટી સંખ્યામાં અરજદારોમાંથી 15-20 અસાધારણ ઉકેલોના સમૂહને ઝીણવટપૂર્વક ઓળખશે જેઓ ટેકનોલોજીકલ હસ્તક્ષેપ દ્વારા, ખાસ કરીને ચોખા, ઘઉં, શેરડી અને કપાસ જેવા પાણીની વધુ જરૂરિયાત ધરાવતા પાકો માટે નાના ખેડૂતોના કૃષિ પાણીના વપરાશમાં સુધારો કરવા પર પહેલી વખત કામ કરી રહ્યા છે. પસંદ કરાયેલ જૂથને 12 મહિના માટે સલાહકારોના એક પ્રતિષ્ઠિત જૂથ દ્વારા પસંદ કરવામાં આવશે અને સપોર્ટ કરવામાં આવશે

જેમાં અગ્રણી કૃષિ રોકાણકારો, નીતિ ઘડનારા, શિક્ષણવિદો, ડીસીએમ શ્રીરામ, RICH Telangana, MANAGE, SocialAlpha, TISS, Acumen, ThinkAg, Daugherty Water for Food Global Institute તથા અન્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. સમગ્ર ચેલેન્જ દરમિયાન પસંદ કરેલ સમૂહ ઇમર્સન્સ, મેન્ટરશિપ સેશન્સ, ઇન્ટરવેન્શન્સ અને પાઈલોટ્સમાં જોડાશે જેમાં નાના ખેડૂતો માટે કૃષિ તથા પાણીની સમસ્યાઓ ઉકેલવાના સમાન હેતુઓ શેર કરતી વિકસિત અને હાઈ-પર્ફોર્મિંગ ઇકોસિસ્ટમની મદદ પૂરી પડાશે.

ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન મોટાપાયે જળ સંરક્ષણ માટેની પદ્ધતિઓ, નવીનતાઓ અને ઓપ્ટિમાઇઝેશનને પ્રોત્સાહન આપીને કૃષિમાં બિનકાર્યક્ષમ પાણીના વપરાશની હાલની સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે સમર્પિત છે. ધ/નજ પ્રાઇઝ ભારતની છેલ્લા સ્તરે રહેલી 30% વસ્તી,

ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતોને નડતા આજીવિકાના પડકારો માટે મોટાપાયે ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ડીસીએમ શ્રીરામ એગવોટર ચેલેન્જ એ ધ/નજ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા ત્રીજી પ્રાઈઝ ચેલેન્જ છે (સિસ્કો એગ્રી ચેલેન્જ અને આશીર્વાદ વોટર ચેલેન્જ અગાઉની બે ચેલેન્જીસ હતી). આ સમાન હેતુમાં ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન અને ધ/નજ પ્રાઈઝ 10 લાખ ભારતીય ખેડૂતો માટે સમૃદ્ધિ અને પાણીની સુરક્ષાનું સમાધાન પૂરું પાડવાના દ્રષ્ટિકોણ સાથે આ ચેલેન્જની શરૂઆત કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.