ગ્રેગ ચેપલને ટીમ ઈન્ડિયાનો કોચ બનાવવો એ ગાંગુલીની એક મોટી ભૂલ હતી
પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો આજે ૫૧મો જન્મ દિવસ-ગ્રેગ ચેપલે ગાંગુલીને કેપ્ટનશીપથી હટાવ્યા એટલું જ નહીં, ટીમમાંથી બહારનો રસ્તો બતાવ્યો
નવી દિલ્હી, ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી આજે પોતાનો ૫૧મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સૌરવ ગાંગુલી ઈન્ડિયન ક્રિકેટના ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટનમાંથી એક રહ્યા છે. કરિયરની શરૂઆતમાં તેમણે ઘણા સંઘર્ષનો સામનો કર્યો છે.
તે જેટલો સમય કેપ્ટન રહ્યા ત્યાં સુધી કોઈપણ તેમની સામે આંગળી ઉઠાવવા માટે તૈયાર નહોતા. એક ખેલાડી તરીકે તેમણે ટીમમાં પોતાનો મજબૂત દાવો રજૂ કર્યો અને કેપ્ટન પણ બની ગયા હતા. એટલું જ નહીં વિદેશમાં જઈને ઈન્ડિયન ટીમને જીતતા સૌરવ ગાંગુલીએ શિખવાડ્યું હતું.
તો પછી એક ભૂલ એવી તો કેવી કરી કે આખી કારકિર્દી જ બરબાદ થઈ ગઈ! જાેકે, તેની એક નાની ભૂલ અથવા ખોટા વ્યક્તિ પર વિશ્વાસ રાખવો ભારે પડ્યો હતો. આ વ્યક્તિએ ગાંગુલીને બદનામ કરીને ટીમમાંથી બહાર કાઢી નાખ્યો હોવાની ચર્ચાઓ પણ એ સમયે વેગવંતી થઈ હતી.
ગ્રેગ ચેપલને ટીમ ઈન્ડિયાનો કોચ બનાવવો એ ગાંગુલીની એક મોટી ભૂલ હતી. આ ઘટના વર્ષ ૨૦૦૪માં બની હતી જ્યારે ભારતીય ટીમ જાેન રાઈટ બાદ નવા કોચની શોધમાં હતી. સૌરવ ગાંગુલીએ ગ્રેગ ચેપલને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. તે કેપ્ટન હોવાથી તેની સંમતિને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
જાેકે, બાદમાં એ જ ગ્રેગ ચેપલે ગાંગુલીને ટીમની કેપ્ટનશીપથી હટાવ્યા એટલું જ નહીં, ટીમમાંથી બહારનો રસ્તો પણ બતાવ્યો હતો. આ સમગ્ર વિવાદ વિશે ગાંગુલીએ પોતાના પુસ્તક ‘એ સેન્ચ્યુરી ઈઝ નોટ ઈનફ’માં જણાવ્યું છે. તેમના જન્મદિવસના ખાસ અવસર પર ચાલો જાણીએ સૌરવ ગાંગુલી અને ગ્રેગ ચેપલ સાથે જાેડાયેલી કેટલીક રસપ્રદ વાતો. સૌરવ ગાંગુલીએ તેમના પુસ્તકમાં ગ્રેગ ચેપલ પરના ઘટનાક્રમ વિશે વિગતવાર લખ્યું છે.
તેણે ચેપલ સાથેની મુલાકાત બાદ ટીમ ઈન્ડિયામાં ચાલી રહેલા અણબનાવ અંગે પણ ખુલાસો કર્યો હતો. સૌરવના પુસ્તક મુજબ ડિસેમ્બર ૨૦૦૩માં ભારતીય ટીમ પછી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની હતી. આ પ્રવાસના પાંચ મહિના પહેલા સૌરવ ગાંગુલી ઓસ્ટ્રેલિયા ગયો હતો. અહીં તેની મુલાકાત ગ્રેગ ચેપલ સાથે થઈ હતી.
ચેપલની મદદથી ગાંગુલી એ મેદાન જાેવા ગયો હતો જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ યોજાવાની હતી. ગાંગુલીએ ત્યાંના મેદાન અને પિચનું નિરીક્ષણ કર્યું અને ચેપલ સાથે વ્યૂહરચના તૈયાર કરી હતી. ગાંગુલી ચેપલ સાથે વિતાવેલા માત્ર ૭ દિવસમાં જ તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. પછી શું હતું કે ગાંગુલીએ તેને ટીમ ઈન્ડિયાનો કોચ બનાવવાનો ર્નિણય કર્યો હતો.