મધુ અને અજય દેવગણે એકસાથે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી
મધુ લાંબા સમયથી ફિલ્મી પડદા પરથી ગાયબ છે-મધુએ કહ્યું કે, જ્યારે તેણે હિન્દી સિનેમામાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેને પોતાના કામથી સંતોષ નહોતો મળતો
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ મધુ લાંબા સમયથી ફિલ્મી પડદા પરથી ગુમ છે. મધુએ રોઝા, જાલિમ, યોદ્ધા જેવી કેટલીય બોલિવુડ ફિલ્મો થકી પોતાની અલગ ઓળખ ઊભી કરી હતી. તેણે ૯૦ના દશકમાં કરિયરની પીક પર પહોંચીને ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. આ પાછળ ખાસ કારણ પણ હતું.
મધુને જે પ્રકારના રોલ ઓફર થઈ રહ્યા હતા તેનાથી તે ખુશ નહોતી. તેણે હાલમાં જ ફિલ્મોમાં પોતાની વધતી ઉંમરને લઈને વાત કરી છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં મધુએ કહ્યું છે કે, તેને ફિલ્મોમાં અજય દેવગણની મમ્મીનો રોલ કરવામાં રસ નથી. મધુએ કહ્યું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેણે અને અજયે સાથે પદાર્પણ કર્યું હતું.
૧૯૯૧માં બંનેની ફિલ્મ ફૂલ ઔર કાંટે રિલીઝ થઈ હતી અને બંનેની ઉંમર લગભગ સમાન છે. મધુએ ૯૦ના દશકાને યાદ કરતાં કહ્યું કે, એ દિવસોમાં ઈન્ડસ્ટ્રીમાં એક્શન સીન્સની બોલબાલા હતા. તેમનો રોલ ડાન્સ, રોમેન્ટિક લાઈન્સ અને પેરેન્ટ્સ સાથે મળીને આંસુ વહાવવા પૂરતો જ સીમિત થઈ ગયો હતો.
મધુને ડાન્સ પસંદ હતો પરંતુ ફિલ્મ રોઝા બાદ આવેલા પરિવર્તનથી તે નિરાશ થઈ હતી. તેને અહેસાસ થયો હતો કે, તેનું અસલી પેશન કલાકાર બનીને અર્થસભર કામ કરવામાં હતું. મધુએ કહ્યું કે, જ્યારે તેણે હિન્દી સિનેમામાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેને પોતાના કામથી સંતોષ નહોતો મળતો.
તેણે ૯-૧૦ વર્ષ સુધી કામ કર્યા પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી અંતર જાળવ્યું હતું. મધુ લગ્ન કરવા માગતી હતી ત્યારે તેણે ઈન્ડસ્ટ્રીના લોકોને પત્ર લખીને ફિલ્મી દુનિયા છોડવા પાછળનું કારણ જણાવ્યું હતું. જાેકે, હવે તેને લાગે છે કે, તેણે આ ર્નિણય હઠમાં આવીને કર્યો હતો
કારણકે તેને લાગતું હતું કે, આ ઈન્ડસ્ટ્રી તેના જેવા વ્યક્તિને લાયક નથી. ઈન્ડસ્ટ્રી છોડ્યા પછી મધુને પોતાની અસલી ઓળખનો અહેસાસ થયો હતો. તેને લાગ્યું કે તેણે એવા રોલ સાથે કમબેક કરવું જાેઈએ જેમાં તેનું ટેલેન્ટ છલકાય. તબુનું ઉદાહરણ આપતાં મધુએ કહ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં આવેલો પોઝિટિવ ચેન્જ જાેઈને તેને ખુશી થઈ રહી છે. મેકર્સનું માઈન્ડસેટ બદલાયું તેના માટે વેબ સ્પેસને શ્રેય આપ્યો છે.