હજી એક મહિના પહેલા જ ડિવોર્સ થયા- હવે પતિ રાજીવ પાસે પાછા જવું છે ચારૂ અસોપાને?
તેનું કહેવું છે કે તેના પર કીચડ ઉછાળવામાં આવી રહ્યો હતો અને પોતાનો પક્ષ રાખવા માટે તેણે આ બધું કર્યું હતું
મુંબઈ, ચારુ અસોપા અને રાજીવ સેન હંમેશા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહ્યા છે. લગ્નજીવનની શરૂઆતમાં જ બંને વચ્ચે પડેલી તિરાડ, એકબીજા પર આરોપ-પ્રતિઆરોપ, આ દરમિયાન દીકરીનો જન્મ, એકબીજાને બીજી તક આપવી અને બાદમાં આખરે ડિવોર્સ.
બંને કાયકાદીય રીતે છુટ્ટા પડયા તેને એક મહિના જેટલો સમય થઈ ગયો છે. જાે કે, દીકરી માટે તેમની વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો યથાવત્ છે. ક્યારેય રાજીવ દીકરીને મળવા દોડી જાય છે તો ક્યારેય બંને સાથે મળીને તેની સાથે હેન્ગાઉટ કરે છે.
હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં ‘કૈસા હૈ યે રિશ્તા અંજાના’ની એક્ટ્રેસે પૂર્વ પતિ સાથેના હાલના બોન્ડિંગ અને શું અંગત સમસ્યાને જાહેર કરીને પસ્તાવો થઈ રહ્યો છે કે તેમ વિશે વાત કરી હતી. ચારુ અસોપાએ ઘણીવાર પોતાના વ્લોગમાં રાજીવ સેન સાથેના ઝઘડા વિશે વાતી કરી હતી.
આમ કરીને તેને પસ્તાવો થઈ રહ્યો છે કે કેમ તે અંગે પિંકવિલાને જણાવ્યું હતું કે ‘મેં અગાઉ જે ઈન્ટરવ્યૂ આપ્યો હતો તેમાં પણ આ વાત કહી હતી. હું આવું ક્યારેય કરવા માગતી નહોતી. પરંતુ મારા પર આરોપો લાગતા રહ્યા હતા. ખોટું બોલવામાં આવી રહ્યું હતું. મારા ચરિત્ર પર શંકા કરવામાં આવી રહી હતી.
આવું એકવાર નહોતું થયું. તે સમયે મેં જાહેરમાં બોલવાનું નક્કી કર્યું હતું. હું મારી દીકરી સાથે રહું છું અને જ્યારે લોકો કંઈ મારા વિશે બોલે છે, તે મોટી થઈને બધું વાંચવાની છે. આ પણ એક કારણ હતું કે મારે બોલવું પડ્યું. ડિવોર્સના થોડા જ દિવસ બાદ આપેલા ઈન્ટરવ્યૂમાં રાજીવ સેને ચારુ અસોપા સાથેના સંબંધો સુધરી જશે
અને બંને ફરી એક થઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી. ત્યારે તેના પર રિએક્ટ કરતાં તેણે કહ્યું હતું કે ‘હું શું કહું તે સમજાતું નથી. હું આ વિશે હાલ કંઈ ન કહી શકું કારણ કે આમ કહેવું વહેલું થશે. તે આ બધું કેમ કહી રહ્યો છે તે મને ખબર નથી. અમારા ડિવોર્સ હજી ૮ જૂને થયા છે. મને લાગે છે કે તેણે લાગણીઓમાં વહીને આ બધું કહ્યું હશે’.
રાજીવે કહ્યું હતું કે ‘મારો પ્રેમ અને બિનસ્વાર્થી સપોર્ટ હંમેશા તેની સાથે રહેશે. હું આશા રાખું છું કે કોઈ દિવસ ફરીથી હું અને ચારુ સાથે રહીશું. આ સિવાય પૂર્વ પતિ સાથેના ઈક્વેશન વિશે વાત કરતાં ચારુ અસોપાએ કહ્યું હતું કે ‘હવે અમે સારી સ્થિતિમાં છીએ, જ્યાં અમે એકબીજા પાસેથી કોઈ અપેક્ષા રાખતા નથી.
મને લાગે છે કે અમે મિત્રો બની રહ્યયા છીએ. અમે અમારી દીકરી ઝિયાનાનું પણ ધ્યાન રાખી રહ્યા છીએ. મને લાગે છે કે અમે જ્યાં છીએ ત્યાં ખુશ છીએ. ચારુ અસોપા અને રાજીવ સેને જૂન ૨૦૧૯માં લગ્ન કર્યા હતા. બંને વચ્ચે કંઈ ઠીક ન હોવાની ખબર ત્યારે વહેતી થઈ હતી જ્યારે ચારુએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી સેન અટક હટાવી દીધી હતી.
જે બાદ લોકડાઉન દરમિયાન ચારુ મુંબઈમાં એકલી રહેતી હતી જ્યારે રાજીવ દિલ્હી જતો રહ્યો હતો. થોડાસમયમાં બંને વચ્ચે પેચઅપ થયું હતું અને આ દરમિયાન દીકરી ઝિયાનાનો જન્મ થયો હતો. માંડ ગાડી પાટા પર ચડી હતી ત્યાં ફરી વિખવાદ થયો હતો અને એકબીજા પર આરોપો લગાવવાનું શરૂ કર્યું હતું. જે બાદ તેમણે કાયમ માટે અલગ થવાનું નક્કી કર્યું હતું.