પેટલાદના મુખ્ય માર્ગો ઉપર ગાયોનું સામ્રાજ્ય, વાહન ચાલકો પરેશાન
(પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદ શહેરના કેટલાક મુખ્ય રાજમાર્ગો ઉપર ગાયોનું સામ્રાજ્ય જાેવા મળે છે. શહેરના કોલેજ ચોકડીથી સાંઈનાથ ચોકડી સુધીના હાઈ-વે ઉપર રસ્તાની બંન્ને બાજુ સાંજના સમયે ઠેર ઠેર ગાયોનો અડિંગો જાેવા મળે છે.
જેને કારણે ટ્રાફીકમાં ભારે અડચણ ઉભી થતી હોય છે. તેમાંય હાલ ભારે વરસાદને કારણે રસ્તાની બંન્ને બાજુ પાણી ભરાતા હોય છે, જ્યારે રસ્તા વચ્ચે ગાયો બેસી જાય છે. જેને લીધે વાહન ચાલકોને વધુ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.
શહેરના કોલેજ ચોકડી, રણછોડજી મંદિર, શાક માર્કેટ, ટાઉન હોલ, સરદાર ચોક જેવા મુખ્ય રસ્તાઓ ઉપર પણ ઠેરઠેર ફરતી ગાયો જાેવા મળે છે. આ અંગે લાગતું વળગતું તંત્ર મૌન હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે !