પાલનપુર તાલુકાના બાદરગઢ ગામમાં પાણી ભરાયા
પાલનપુરમાં રવિવારે બપોર પછી આશરે ૪ ઈંચ જેટલો વરસાદ પડવાથી પાલનપુર તાલુકાના બાદરગઢ ગામ માં પાણી ભરાઈ જતાં ગામની ગટરોનુ પાણી સરપંચ તથા ગામ લોકોએ ગામ તળાવમાં વાળવાથી તળાવ ઓવર ફ્લો થતાં બાદરગઢ ગામથી પાલનપુર અને વડગામ મગરવાડા જવાના બધા જાહેર રસ્તાઓ બંધ થઈ ગયા હતાં
જેથી અસંખ્ય વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા અને લોકોને પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડયો હતો. (તસવીર-ભગવાનભાઈ સોની.પાલનપુર)