Western Times News

Gujarati News

ભૂજનું હમીરસર તળાવ ઓવરફ્લોઃ લોકોએ કચ્છની કુળદેવીનો આભાર માન્યો

(એજન્સી)ભૂજ, દર વર્ષે ભુજવાસીઓ ચોમાસાની સીઝનમાં જે બાબતની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતી. તે ઘડી આ વર્ષે ખૂબ ઝડપી આવી ગઈ છે. ભુજનું હૃદયસમાન હમીરસર તળાવ આજે બપોરે ઓવરફ્લો થયું છે. સતત બીજા વર્ષે તળાવ છલકાતા ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો છે.

ભુજમાં છેલ્લાં અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે. આ વર્ષે કચ્છમાં વાવાઝોડા બાદ સચરાચર વરસાદ નોંધાયો છે. ત્યારે આજે ભુજનું હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે. ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે ઑગન સ્થળે વરૂણ દેવને નમન કર્યા હતા અને કચ્છની કુળદેવી આશાપુરાનો આભાર માન્યો હતો.

ભુજવાસીઓના હ્રદય સમાન હમીરસર તળાવ ઓગનાતા સમગ્ર ભુજમાં આનંદની લાગણી ફેલાઈ છે, તો દેશ વિદેશમાં વસતા કચ્છી લોકોમાં પણ આનંદ ફેલાયો છે. હમીરસર તળાવમાં ઓગન સ્થળ પર ભુજ નગરપાલિકાના તમામ નગરસેવકો ૫ હાજર રહ્યા હતા

અને આ ઐતિહાસિક ક્ષણને વધાવી લીધી હતી. તો ભુજનું હમીરસર તળાવ છલકાતાં ભુજ નગરપાલિકાના પ્રમુખ થોડાક ભાવુક પણ થયા હતાં. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ હમીરસર તળાવ છલકાયું હતું અને આ વર્ષે પણ હમીરસર તળાવ છલકાતાં લોકો ખૂબ ખુશ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.