BIG Bના કારણે મહિલા ફેન્સે અભિષેકને મારી હતી થપ્પડ
મુંબઈ, ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચન પર હંમેશા તેની એક્ટિંગ માટે નિશાન સાધવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ઘણી વાર યુઝર્સે અભિષેકની એક્ટિંગ પર કમેન્ટ કરી અને મજાક ઊડાડી છે, પરંતુ શું તમને ખબર છે કે, એક વાર તો એક ફેને અભિષેક બચ્ચનને થપ્પડ મારી દીધી હતી? અભિષેકે આ વાત એક વાર એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ને અભિષેકને થપ્પડ મારીને કહ્યું હતું કે, તે એક્ટિંગ છોડી દે. Abhishek was slapped by female fans because of BIG B
અભિષેકની સાથે આ ઘટના એક થિએટરમાં બની હતી. અભિષેક બચ્ચન જ્યારે ધૂમ ૩નું પ્રમોશન કરી રહ્યો હતો. તે દરમિયાન તેણે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આ ઘટના અંગે ખૂલાસો કર્યો હતો.
ત્યારે તેની સાથે કેટરિના કૈફ, આમિર ખાન અને ઉદય ચોપડા પણ હતા. અભિષેકે જણાવ્યું હતું કે, એક મહિલા આવી અને તેણે જણાવ્યું કે, શરારત ફિલ્મમાં તેને મારી એક્ટિંગ જરાય ન ગમી. ત્યારબાદ તેણે મને થપ્પડ મારી દીધી હતી. એ મહિલાએ તો મને એક્ટિંગ છોડી દેવાની સલાહ પણ આપી હતી.
મહિલાએ એ પણ જણાવ્યું હતું કે, હું એટલી ખરાબ એક્ટિંગ કરી રહ્યો છું કે, મારા પિતાનું નામ હું ખરાબ કરી રહ્યો છું. અભિષેક બચ્ચને વર્ષ ૨૦૦૦માં ફિલ્મ રિફ્યૂઝીથી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ મેં પ્રેમ કી દિવાની હું માટે તેને ફિલ્મફેરનો બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ખિતાબ પણ મળ્યો હતો.
જ્યારે બન્ટી ઔર બબલી, ગુરૂ, સરકાર, યુવા અને બ્લફમાસ્ટર જેવી ફિલ્મોથી અભિષેકે સાબિત કરી દીધું કે, તેનામાં પણ દમ છે. દિલીપ કુમાર પછી અભિષેક બચ્ચન બીજાે એવો એક્ટર છે, જેણે એક્ટિંગ માટે સતત ત્રીજી વખત ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો, અભિષેક બચ્ચન હવે ઘૂમર ફિલ્મમાં જાેવા મળશે, જેનું શૂટિંગ પૂરું થઈ ગયું છે.SS1MS