Western Times News

Gujarati News

છેલ્લા ૧૮ દિવસથી NICUમાં છે દીપિકા કક્કરનો દીકરો

મુંબઈ, ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કરે ૨૧ જૂનના રોજ દીકરાને જન્મ આપ્યો છે. દીપિકા કક્કરની પ્રીમેચ્યોર ડિલિવરી થઈ છે. તેમનો દીકરો પ્રીમેચ્યોર હોવાથી તેને જન્મથી જ NICUમાં રાખવામાં આવ્યો હતો. Deepika Kakkar’s son is in NICU for 18 days

દીપિકાના પતિ અને એક્ટર શોએબ ઈબ્રાહિમે સતત પોતાના વ્લોગ દ્વારા દીપિકાની ડિલિવરી વખતના માહોલ અને દીકરાની હેલ્થ અપડેટ વિશે જાણકારી આપી છે. હવે એક્ટરે ખુશખબર આપ્યા છે.

શોએબ ઈબ્રાહિમે શનિવારે મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ પર દીકરાના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપી છે. શોએબે જણાવ્યું કે, તેના દીકરાને હવે NICUની બહાર લાવી દેવામાં આવ્યો છે. હાલમાં જ માતાપિતા બનેલા શોએબ અને દીપિકા ફેન્સને હોસ્પિટલમાંથી સતત અપડેટ આપી રહ્યા છે.

ડિલિવરીથી લઈને અત્યાર સુધીમાં જે કંઈપણ થયું તેનાથી તેઓ ફેન્સને અવગત કરી રહ્યા છે. સાથે જ દીકરો જલ્દી જ NICUમાંથી બહાર આવી જાય અને તેઓ તેને ઘરે લઈ જઈ શકે તેવી પ્રાર્થના કરવાની પણ કપલે વિનંતી કરી હતી. હવે લાગે છે કે, સૌની પ્રાર્થનાઓનું ફળ મળ્યું છે કારણકે કપલના ‘છોટુ’ (પ્રેમથી દીપિકા-શોએબ આ રીતે બોલાવે છે)ને NICUમાંથી બહાર લાવી દેવામાં આવ્યો છે. શોએબે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં છોટુની હેલ્થ અપડેટ આપતાં લખ્યું, અલહમદુલિલ્લાહ.

આજે અમારા દીકરાને NICUની બહાર શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. હજી થોડા દિવસ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન માટે તેને રાખવામાં આવશે. ઈન્શાહઅલ્લાહ અમે જલ્દી જ તેને ઘરે લઈ જઈ શકીશું.

અમારા દીકરાની તબિયત હાલ સારી છે. આટલી બધી દુઆઓ માટે તમારા સૌનો હૃદયપૂર્વક આભાર. બસ આ જ રીતે ભવિષ્યમાં પણ દુઆ કરતા રહેજાે. ૨૮ જૂનના વ્લોગમાં શોએબે જણાવ્યું હતું કે, દીપિકાને ડૉક્ટરે ઘરે જવાની મંજૂરી આપી છે. પરંતુ ઘરથી હોસ્પિટલ ખૂબ દૂર હોવાથી દીપિકા દીકરાને સ્તનપાન કરાવવા વારંવાર નથી આવી શકે એટલે જ તે હાલ હોસ્પિટલમાં જ રોકાઈ છે. જે રીતે દીકરાની તબિયત સુધરી રહી છે તે જાેતાં કપલને વિશ્વાસ છે કે, તેઓ જલ્દી જ તેને લઈને ઘરે જઈ શકશે. હવે, શોએબે દીકરાને લઈને જે અપડેટ આપી છે એના પરથી લાગી રહ્યું છે કે, એ દિવસ દૂર નથી જ્યારે શોએબ અને દીપિકા દીકરાનું ઘરે શાનદાર સ્વાગત કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.