Western Times News

Gujarati News

અપહરણ કરાયેલી વડોદરાની મહિલા કોન્સ્ટેબલ મધ્યપ્રદેશ પહોંચી

ડેસર પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ મધ્યપ્રદેશના નીમચ પોલીસ સ્ટેશને પહોંચી

વડોદરા, સાવલી તાલુકામાં આવેલા ડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલનું ગયા શુક્રવારના રોજ અપહરણ થયું હતું. હવે આ મહિલા કોન્સ્ટેબલ શનિવારે મધ્યપ્રદેશના નીમચ પોલીસ સ્ટેશનમાં પહોચી હતી. આ ઘટનાની જાણ ડેસર પોલીસને કોન્સ્ટેબલ મણિ ચૌધરીના લીવઈન રિલેશનશીપ પાર્ટનર સદ્દામ ગરાસિયાએ કરી હતી.

ગરાસિયાએ દાવો કર્યો હતો કે તેણે શુક્રવારે ચૌધરીને ફોન કર્યો હતો, કારણ કે તે લેટ થઈ ગયા હતા. તેઓએ પોલીસને એવું જણાવ્યું કે, નજરે જાેનારાએ તેમને એવું જણાવ્યું કે, ચૌધરીનું અપહરણ વેજલપુર ગામની પાસે આવેલી એક કેનાલ પાસેથી કરવામાં આવ્યું હતું.

આ ઘટના બાદ ગરાસિયાએ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરી હતી. જાેકે મણિ ચૌધરી ઘરે ગયા એ પહેલા શુક્રવારની સવાર સુધી વાયરલેસ સેટ પર ફરજ પર હતા. શનિવારે સામે આવ્યું કે મણિ ચૌધરી મધ્યપ્રદેશના નીમચ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. તેઓ કેવી રીતે ત્યાં પહોચ્યા એ અંગે પોલીસ પાસે કોઈ જાણકારી નથી, એવું ડેસર પોલીસ સ્ટેશનના સબ ઈન્સપેકટર એ.એમ. પરમારે જણાવ્યું હતું.

મહત્વનું છે કે મણિ ચૌધરી પહેલા ડભોઈ પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ હતા. જયાં તેમનો સંપર્ક ગરાસિયા સાથે થયો હતો અને બંને પ્રેમમાં પડયા હતા. ગયા જાન્યુઆરી મહિનામાં પણ આવું જ કંઈ થયું હતું તેઓએ પોલીસ સ્ટેશનમાં રજાનીઅરજી આપી હતી અને પોતાના સંબંધીને એવું જણાવ્યું હતું કે તે વિદેશ જાય છે અને ગુમ થયા હતા.

જાેકે તેમનો મોબાઈલ ફોન ન લાગતા તેમના પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરી હતી તે સમયે તે મહારાષ્ટ્રમાં ગરાસિયા સાથે મળી આવ્યા હતા. મહત્વનું છ ેકે, જયારે આ વાત સામે આવી કે મહિલા કોન્સટેબલનું અપહરણ થયું છે ત્યારે સમગ્ર પોલીસ બેડામાં આ વિષય ચર્ચાનો મુદ્દો બન્યો છે. જે બાદ પોલીસ પણ દોડી થઈ હતી.

મહિલા કોન્સ્ટેબલનું કોણે અપહરણ કર્યું અને આખી ઘટના શું છે એ તો હવે પોલીસ તપાસ બાદ જ સામે આવશે. ખરેખરમાં આ મહિલા કોન્સ્ટેબલનું અપહરણ થયું હતું કે પછી અન્ય કારણ હતું એનો ખુલાસો પોલીસ પુછપરછ બાદ થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.