Western Times News

Gujarati News

લો બોલો- ચોર કંપનીના વેરહાઉસમાં મુકેલા 19.43 લાખના પાવડર ચોરી ગયા

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાની વિલાયત જીઆઈડીસીની જ્યુબીલન્ટ ઈન્ગ્રેવીયા કંપનીના વેરહાઉસ માંથી સૌથી કિંમતી પેલેડીયમ પાઉડરની ચોરી થતા ચકચાર મચી છે.વાગરા પોલીસ સ્ટેશને ૧૩ કિલોના પાઉડરની કિંમત રૂ.૧૯.૪૩ લાખની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વાગરા તાલુકાના વિલાયતની જ્યુબીલન્ટ ઈન્ગ્રેવીયા કંપનીના વેરહાઉસમાં અતિ કિંમતી પેલેડીયમનો જથ્થો મુકવામાં આવ્યો હતો.ત્રણ ડ્રમમાં મુકેલા જથ્થામાં કે ડ્રમ માંથી જરૂરિયાત મુજબ પાઉડરનો વપરાશ કરવામાં આવતો હતો.

પેલેડિયમનો ઉપયોગ હાઈડ્રોજીનેશનની પ્રક્રિયામાં ઉદીપક તરીકે કંપનીમાં થાય છે.વેરહાઉસમાં ડ્રમમાં એપ્રુવ એરિયામાં રેક ઉપર આ જથ્થા માંથી એક ડ્રમ માંથી બેગ સાથે જ ૧૦ કિલો અને અન્ય એક ડ્રમ માંથી ૩ કિલો પેલેડીયમ ચારકોલ ડ્રાય ગાયબ થઈ ગયું હતું.

ડ્રમનું ઢાંકણ ખુલ્લું હતું અને તેમાં પ્લાસ્ટિકની બેગમાં રહેલો કિંમતી પાઉડરનો જથ્થો જ કોઈ ઉપાડી ગયું હતું.જેથી વેરહાઉસ સિનિયર મેનેજર અને અન્ય કર્મચારીઓએ તપાસ કરવા છતાં આ કિંમતી પાઉડર મળી આવ્યો ન હતો.

અંતે વાગરા પોલીસ મથકે ૧૩ કિલો પાવડરનો જથ્થો રૂપિયા ૧૯.૪૩ લાખના પાઉડરની ચોરી અંગે વાઈસ પ્રેસિડેન્ટ અતુલ શર્માએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.