શેરબજારમાં ર૦ લાખનું દેવું થતાં યુવકે ફાંસો ખાઈ લીધો

પ્રતિકાત્મક
ગાંધીનગર, શેરબજારમાં રૂા.ર૦ લાખનું દેવું થતાં ગાધીનગરના યુવાને ફાંસો ખાઈ લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. દેવું વધી જતાં સ્યુસાઈડ નોટ લખી આપઘાત કરી લેતા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના સેકટર-ર/સીમાં રહેતા અસિતકુમાર નટવરપુરી ગોસ્વામીએ શેર બજારના કારણે ર૦ લાખનું દેવું વધી જતાં પોતાના ઘરે એકલતાનો લાભ લઈ ગળાફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું છે. તેના પરિવારમાં પત્ની અને એક દીકરી છે.
અસિત શેર બજારના ટ્રેડિંગ કામકાજ સાથે સંકળાયેલા હોવાથી એક સમયે શેર બજારના ધંધા લાખો રૂપિયા કમાયા હતા, પરંતુ એકદમ પણ ધંધામાં ખોટ આવતા અસિત દેવાદાર થઈ ગયા હતા
જેના કારણે તેમને ઘણા લોકો પાસેથી ઉછીના પૈસા લેવાની ફરજ પડી હતી. દરમિયાન તેમના માથે ર૦ લાખ જેટલું દેવું થઈ ગયું હતું જેના કારણે અસિત ટેન્શનમાં રહેતા હતા. તે સંજાેગોમાં ઘરે આપઘાત કરી લીધો હતો.
બનાવની જાણ થતાં સે-૭ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ કરતા અસિતકુમારે લખી રાખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી.
આ અંગે પીઆઈ પી.બી.ચૌહાણે જણાવ્યું હતું કે, શેરબજારમાં નુકશાની થતાં અસિતને વીસ લાખ જેટલું દેવું થઈ ગયું હતું પરિવારને સંબોધીને તેણે માફી પણ માંગી છે.
તેમજ પરિવારને હેરાન નહીં કરવા લેણદારોને આજીજી પણ કરી છે. ઉલ્લેખનીય છે કે અસિત પહેલાથી આપઘાત કરવાનું મન બનાવીને બેઠો હતો, કેમકે સ્યુસાઈડ નોટમાં ચાર જુલાઈની તારીખ જાેવા મળી છે.