બાળકીએ નિંદ્રાવસ્થામાં બુમો પાડતાં દુષ્કર્મ આચરનાર આધેડની કરતુતોનો ભાંડો ફૂટ્યો

ચિલોડા પાસેના ગામમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આધેડ ઝડપાયો
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના ચિલોડા નજીકના એક ગામમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આધેડને પોલીસે ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. દુષ્કર્મનો ભોગ બનેલી બાળકી નિદ્રાવસ્થામાં ગભરાઈને બુમો પાડી બેભાન થઈ જતી હતી. આખરે આવુ કૃત્યુ આચરનાર લંબુબાપા ઉર્ફે વિજય ઉર્ફે ભીખા કાળુભાઈ સોલંકીની કરતુતોનો ભાંડો ફૂટી ગયો હતો.
ચીલોડા નજીકના ગામમાં રહી મજુરી કરતા દંપતીની આઠ વર્ષની દીકીર ચાર દિવસ અગાઉ પરોઢિયે એકદમ ઉઘમાં બોલવા લાગી કે મને છોડો છોડો મારા પપ્પા મને બોલશે. મારે ઘરે જવું છે અને રડતા રડતા બેભાન થઈ ગઈ હતી જેથી તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.
ડરામણું સપનું આવ્યું હોવાથી દીકરી બૂમો પાડતી હોવાનું દંપતિએ માની લીધું હતું, પણ છોકરી બીજા દિવસે પણ ઉંઘમાં બોલતી સંભળાઈ હતી લંબુબાપા મને છોડો મારા પપ્પા મને બોલશે.
તેવું સાંભળી દંપતિએ વિગતે પુછતાં છોકરીએ રડતા રડતા કહ્યું હતું કે ઘરે એકલી હોય એ વખતે આપણા મકાનની પાછળ રહેતા લંબુબાપા દૂધ લેવા મોકલતા હતા અને પાછી આવે ત્યારે ઘરમાં બેસાડી ગંદુ ગંદુ કરે છે.
આવુ જાણી દંપતિ ચોંકી ઉઠ્યું હતું. ભીખાએ ધમકી આપી હોવાનું પણ સામે આવતા દંપતિએ ચીલોડા પોલીસનો સંપર્ક કર્યો હતો. આખરે પોલીસે લંબુબાપા ઉર્ફેવિજય ઉર્ફે ભીખો કાળુભાઈ સોલંકી (ઉ.૪૮)ની બળાત્કારના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.