બેભાન કર્યા વગર જ કરાઈ રહી છે મહિલાઓની નસબંધી
હાથ-પગ બાંધીને મોઢામાં કોટન ખોસીને અમાનવીય રીતે ઓપરેશન કરી દેવાયા
પટણા, આમ તો બિહારમાં કથળેલી આરોગ્ય વ્યવસ્થાના કિસ્સા અવારનવાર બહાર આવતાં જ રહે છે. પરંતુ ખાગરીયામાંથી આવેલા અમાનવીય ચીત્રે તો બેદરકારીની હદ વટાવી નાખી છે. અલોલી પીએચસીમાં મહીલાઓને બેભાન કર્યા વિના જ કુટુબં નિયોજનના ઓપરેશન કરી દેવામાં આવ્યા હતા.
આરોગ્ય કર્મચારીઓને મહીલાઓના હાથ-પગ બાંધીને મોઢામાં કોટન ખોસીને ઓપરેશન કરી નાખ્યા હતા. ઓપરેશન કરી નાખ્યા હતા. ઓપરેશન દરમ્યાન મહીલાઓ પીડાથી તરફડીયા મારી રહી હતી. ગ્લોબલ ડેવલપમેન્ટ ઈનિડશીયેટીવ નામની સંસ્થા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ મામલો ખાગરીયાના અલૌલી કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં છે. જયાં કેટલીક મહીલાઓ નસબંધી અર્થાત ફેમીલી પ્લાનીગમાં ઓપરેશન માટે પહોચી હતી. પરંતુ આ મહીલાઓએ ન તો બેભાન કરાઈ છે. તેમને લોકલ અનેથેસ્થીયા અપાયા મહીલાઓ ભાનમાં હતી એજ વખતે તેમનેી સર્જરી કરી દેવામાં આવી હતી. મહીલાઓ પીડાથી તરફડીયા મારી હતી પરંતુ હોસ્પિટલના તબીબો તેમના પ્રત્યે બીલકુલ બેદરકાર રહયા હતા.
જાે કે, જયારે મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે ખાગરીયાના સીવીલ સર્જન અમરનાથ ઝાએ કહયું કે અમે આ મામલે તપાસ શરૂ કરી છે. આ અમાનવીય કૃત્ય માટે જવાબદાર એનજીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે આરોગ્ય વિભાગની ગ્લોબલ ડેવલપમેન્ટ ઈનિશીયેટીવ નામની સંસ્થા પાસે કુટુંબક નિયોજનની કામગીરીનો કોન્ટ્રાકટ છે.