IVF ટેકનીકથી જન્મેલું વાછરડું રોજ ૪૦ લીટર દૂધ આપશે !
(એજન્સી) ઃદેશમાં આઈવીએફ ટેકનીકથી એઅક વાછરડાનો જન્મ થયો છે. જે આવનારા સમયમાં એક દિવસમાં ૩પથી૪૦ લીટર દુધ આપશે તેવો દાવો કરાયો છે. આ પહેલુેં સેરોગેટ વાછરડું છે.
ભારત સરકારના પશુપાલન તથા ડેરી વિભાગ દ્વારા એકિસલેરેટ બ્રીડ ઈમ્પ્રુવેમેન્ટ પ્રોગ્રામ ચલાવાઈ રહયો છે. જે અંતર્ગત આઈવીએફ ભ્રૂણ પ્રત્યારોપણ વિધીથી એક વાછરડાનો જન્મ થયો છે. જેનું નામ લક્ષ્મી રાખવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના સાંગલીના બગની ગામમાં સુશીલ ખોટાના ઘેર આ વાછરડાનો જન્મ થયો છે.
જેને સમૃદ્ધિનું અકુર ગણાવાયું છે. નિષ્ણાતોએ દાવો કર્યો છે. કે આઈવીએ ભ્રૂણથી જન્મેલી લક્ષ્મીની ક્ષમતા અક દિવસમાં ૪૦ લીટર જેટલું દૂધ આપવાની છે અત્યારે સુધીમાં ૧૩ સ્વસ્થ માદાઓનો જન્મ થઈ ચુકયો છે. જે સંખ્યા ટુંક સમયમાં માદાઓના જન્મ થઈ ચુકયો છે.
આઈવીએફથી ભ્રુણથી સેરોગેટ ગાય અને પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂત માટે સમૃદ્ધિના દ્વાર ખોલી દેશે. ગુજરાત સહીત દેશનાં અનેક રાજયોમાં સરકારની આ યોજના કાર્યરત છે.