રાજવી એમેરાલ્ડ ખાતે પીજી તરીકે રહેતા યુવકોને રહીશોએ માર માર્યો
અમદાવાદ, શહેરના દક્ષિણ બોપલમાં આવેલી રાજવી એમેરાલ્ડ સોસાયટીમાં આવેલા બંગલામાં પેઈંગ ગેસ્ટ તરીકે કેટલાક શખસોને સ્થાનિકોએ માર મારતા હોબાળો મચી ગયો. ઘટનાની વિગતો પર નજર કરીએ તો એક શખસે યુવતીને ઈન્સ્ટાગ્રામ પર ૐૈનો મેસેજ મોકલ્યો હતો.
યુવતી સોસાયટીની જ હોવાથી ત્યાંના રહીશો બંગલે પહોંચી ગયા હતા અને યુવકોને મારવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, સોસાયટીના સભ્યોએ યુવકોને રાતોરાત બંગલામાંથી બહાર જવાની ફરજ પાડી હતી. આ ઘટના ૫ જુલાઈના રોજ બની હતી પરંતુ બોપલ પોલીસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હોવા છતાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી.
હાલ યુવકો પીજી આવાસમાંથી પણ નીકળી ગયા છે. બોપલ પોલીસ સ્ટેશનના નિરીક્ષક એ.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે, કોઈએ કંટ્રોલ રૂમમાં ફોન કર્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હોવા છતાં આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
બંગલામાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા એક છોકરા અક્ષય પટેલે અમદાવાદ મિરરને જણાવ્યું કે, આ ઘટના ૫ જુલાઈના રોજ રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ બની હતી જ્યારે રહેવાસીઓ બંગલામાં ઘૂસી ગયા હતા અને યુવકને માર મારવાનું શરૂ કર્યું હતું. તેઓ ગુસ્સે થયા હતા કારણ કે પીજી નિવાસીઓમાંથી એકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સોસાયટીમાં રહેતી એક સગીર છોકરીને કથિત રીતે મેસેજ કર્યો હતો.
પટેલે જણાવ્યું હતું કે, સોસાયટીના સભ્યોએ આ મામલે મધ્યસ્થી કરવા આવેલા છોકરાઓને માર માર્યો હતો. તેણે કહ્યું કે તેને નજીકની હોટેલમાં જવું પડ્યું જ્યારે અન્યને અલગ પીજી સુવિધામાં શિફ્ટ થવું પડ્યું. પટેલ સુરતનો વતની છે અને તેણે ઘટના સમયે સોસાયટીના એક સભ્ય દ્વારા થપ્પડ મારવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. નોંધનીય છે કે, શહેર સ્થિત એક પીજી ફર્મ છોકરાઓ માટે પીજી સુવિધા તરીકે બંગલો ભાડે આપી રહી હતી.
પીજી માલિકે નામ ન જણાવાની શરતે જણાવ્યું કે, ‘ઘટના બની પરંતુ કોઈએ ફરિયાદ નોંધાવી નથી. છોકરાએ આવું કામ ન કરવું જાેઈતું હતું અને તેનાથી સોસાયટીના સભ્યો નારાજ થયા હતા. મેં પણ બંગલો છોડી દીધો છે અને મામલો સમાપ્ત થઈ ગયો છે કારણ કે સગીર છોકરીના પિતાએ પણ ફરિયાદ નોંધાવી નથી.SS1MS