સાબરકાંઠામાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ

ડીસા, રાજ્યમાં સાવર્ત્રિક વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે, ત્યારે સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં બે કાંઠે થઈ છે. સપ્તેશ્વર મહાદેવ મંદિરની પાસે નદીનું પાણી પહોચ્યું છે. જેના પગલે દર્શનાર્થે આવતા ભક્તોમાં ખુશી જાેવા મળી રહી છે. આ વર્ષે પહેલી વખત નદી બે કાંઠે થઈ છે. બીજી બાજુ, સાવર્ત્રિક વરસાદથી જળાશયોમાં પાણીની સારી આવક થઇ છે. ગુજરાતના કુલ ૨૦૭ ડેમ પૈકી ૨૬ ડેમ સંપૂર્ણ ભરેલા છે. કુલ ૨૦૭ ડેમમાં ૪૭.૪૧ ટકા પાણીનો જથ્થો છે.
કચ્છના ૨૦ ડેમ પૈકી ૭ સંપૂર્ણ ભરેલા છે. કચ્છના ૨૦ ડેમમાં ૬૩.૭૦ ટકા પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમ પૈકી ૧૮ ડેમ સંપૂર્ણ ભરેલા છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં ૫૭.૫૬ ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના ૧૬ ડેમમાં ૫૨.૮૫ ટકા પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમ પૈકી ૧ ડેમ સંપૂર્ણ ભરેલો છે.
દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમમાં ૩૫.૫૭ ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં ૨૯.૭૮ ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં ૫૮.૧ ટકા પાણીનો જથ્થો છે. જ્યારે કુલ ૨૦૭ ડેમ પૈકી ૩૭ ડેમ હાઈ એલર્ટ પર છે. ૧૩ ડેમ એલર્ટ પર, ૧૫ ડમ વોર્નિંગ પર છે. રાજ્યના કુલ ૨૦૬ ડેમ પૈકી ૨૬ ડેમો સંપૂર્ણ ભરેલા છે.
૪૦ ડેમ ૭૦થી ૧૦૦ ટકા સુધી ભરેલા છે. ૩૦ ડેમ ૫૦થી ૭૦ ટકા સુધી ભરેલા છે. ૫૨ ડેમ ૨૫થી ૫૦ ટકા સુધી ભરેલા છે. ૫૮ ડેમ ૨૫ ટકાથી નીચે સુધી ભરેલા છે. કુલ ૨૦૬ ડેમમાં ૪૧ ટકા પાણીનો જથ્થો છે.SS1MS