માર્કેટીગ યાર્ડની દુકાનમાં 10.85 લાખની ચોરી કરનાર એક શખ્સ ઝડપાયો

Files Photo
જામનગર, ધ્રોલમાં માર્કેટીગ યાર્ડમાં મહાવીર ટ્રેડીગ કંપની નામની દુકાન ચલાવતા રાકેશ મનહરભાઈની શેઠની દુકેાનમાં બારીની લોખંડની ઝાળી તોડી તિજાેરીમાંથી રૂા.૧૦ લાખ ૮પ હજારની રોકડની ચોરીની ચોરી કરવા અંગે મોરબીના પ્રકાશ ઉર્ફે પકો જયંતીભાઈ કુંઢીયાની પોલીસે ધરપકડ કરીને રૂ.બે લાખની રોકડ રકમ અને આઈફોન કબજે કર્યાય હતા. જયારે ચોરમાં બે શખ્સના નામ ખુલ્યાં હતાં.
આ કેસની તપાસ માટે જીલ્લા પોલીસવડાએ ચોરીના ભેદ ઉકેલવા જુદીજુદી ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. અને એલસીબીને બાતમી મળી હતી કે, ધ્રોલ તાલુકાના માણેકપર ગામના પાટીયા પાસેથી મોરબીનો પ્રકાશ જયંતીભાઈ કુઢીયા ઉર્ફે પકો નામનો શખ્સ મળ્યો હતો.
આ શખ્સને તલાશી લેવાતા તેની પાસેથી રૂા.ર લાખ રોકડા રૂા.૪૦ હજારનો આઈફોન એક બાઈક મળી આવ્યા હતા. આ શખ્સની આકરી પુછપરછ કરતાં તેને પોતાના સાગરીત રાજકોટના અનીલ રામાભાઈ સોલંકી અને જેતપુરશના પરેશ નરશીભાઈ સોલંકી સાથે મળી ધ્રોલના માર્કેટીગ યાર્ડમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ શખ્સે પોતાના ભાગમાં આવેલ રકમમાંથી ૪૦ હજારનો આઈફોન ખરીદી લીધો હતો.
પોલીસે રોકડ આઈફોન, બાકઈક ચોરી કરવામાં વપરાયેલ સાધનો કબજે કરી તેના બે સાગરીતની શોધખોળ શરૂ કરશી છે. આરોપી પરેશે રાજકોટમાં બે ચોરી કરવા ઉપરાંત ગીરગઢડામાં દારૂબંધી ભંગ અંગેનો ગુનો આચર્યો છે. અને પ્રભાસ પાટણમાં પણ બે ચોરીના અંજામ આપ્યો છે.
જયારે અનીલ સોલંકી સામે પડઘરી તથા થોરાળા અને રાજકોટ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોધાયેલા છે. પકડાયેલ આરોપીના રીમાન્ડ મેળવવા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો છે.