Western Times News

Gujarati News

ખોડીયાર ચોકડી ખાતેથી ચોરીની મોટર સાયકલ સાથે શખ્સ ઝડપાયો

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી

જે આધારે એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકેટર કે.આર.વેકરીયા નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ ગઇ તા.૧૦-૦૭-૨૦૨૩ ના રોજ પો.સ.ઇ એમ.જે.બારોટ નાઓ સાથે એલ.સી.બી સ્ટાફના અ.હેઙકો રાજુભાઇ, મહાવિરસિંહ, ગીરીશભાઇ, જયેશકુમાર નાઓ માતર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

દરમ્યાન રધવાણજ ચોકડી પાસે આવતા અ.હેઙકો રાજુભાઇ પી તથા અ.હેઙકો ગીરીશભાઇ નાઓની સંયુક્ત બાતમી હકીકત આધારે એક હિરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર મો.સા. જેનો રજી.નં.ય્ત્ન-૧૨-છઁ-૯૮૬૭ નો હોય જેનો ચાલક રાખોડી કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે.

જે મો.સા. ચોરી અગર છટળકપટથી મેળવેલ હોય અને તે ખોડીયાર ચોકડી ખાતે હાજર હોય જે બાતમી હકીકત આધારે ખોડીયાર ચોકડી જઇ બાતમી હકીકત વર્ણન મુજબનો ઇસમ ઉભેલ હોય જેને કોર્ડન કરી રોકી તેનું નામ-ઠામ પુછતા પોતે પોતાનું નામ રમેશભાઇ વેરશીભાઇ વસ્તાભાઇ પંડ્યા મુળ રહે.બાકાસર, તા.સેડવા જી.બાડમેર (રાજસ્થાન) હાલ

રહે.મ.નં.ઓ/૧૦૨ પેરેડાઇઝ પાર્કમાં અમદાવાદના વટવા વિસ્તારમાં (ભાડાના મકાનમા) તા.જી.અમદાવાદ હોવાનું જણાવેલ જેની અંગઝડતીમાંથી એક વીવો કંપનીનો મો.ફોન કિ.રૂ.૫૦૦૦/- તથા સદરી ઇસમ પાસેની મો.સા બાબતે પુછતા સદરી ઇસમ સંતોષકારક જવાબ ન આપતો હોય

તેમજ મો.સા. બાબતે જરૂરી આધાર પુરવા માંગતા રજુ કરેલ ના હોય જે મો.સા. કિ.રૂ.૨૫૦૦૦/- તથા મો.ફોન નં.-૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૩૦,૦૦૦/-નો મળી આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી સદરી ઇસમને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ પાસેથી તા.૧૦-૦૭-૨૦૨૩ નારોજ પકડી અટક કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.