સાઠંબા ગામે વરસાદી પાણીનો કોઈ ચોક્કસ નિકાલ ન થતો હોવાથી રહીશો ત્રાહિમામ
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સૌથી મોટા રેવન્યુ વિલેજ સાઠંબા ગામે આવેલી અંબિકા નગર સોસાયટીમાં વરસાદી પાણીનો કોઈ ચોક્કસ નિકાલ ન હોવાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સાઠંબાની અંબિકાનગર સોસાયટીના રહીશોનું કહેવું છે કે પ્રોપર જે જગ્યાએથી પાણીનો નિકાલ છે
તે જગ્યાએ સોસાયટીના ઘરોના તળિયાના લેવલ કરતા ઊંચો રસ્તો બની ગયો હોવાથી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે…!!! વારંવાર ગ્રામ પંચાયત લેવલે રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાયમી નિકાલ મળતો નથી આખરે રહીશો જાય તો જાય ક્યાં…??? (તસ્વીરઃ- દિલીપ પુરોહિત, બાયડ)