બેંક મેનેજર હોમ લોનની ઉઘરાણી કરવાં જતાં મિલકત જ ન હોવાની જાણ થઈ
નવરંગપુરા પોલીસ મથકમાં ફરીયાદ |
ભુતિયા ઘરનાં તમામ નકલી દસ્તાવેજા બનાવી લોન લેનાર વ્યકિતઓ ફરાર બેંકના જ કર્મીઓ સંડોવાયા હોવાની શંકા |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મિલ્કતનાં નકલી દસ્તાવેજ ઉભાં કરીને બેંકો પાસેથી લોન મેળવનારા ઠગ ભગતો શરૂઆતમાં હપ્તા ભર્યા વગર છુમંતર થઈ જતાં હોય છે. અગાઉ બેંકો દ્વારા આવી ઘટનાઓમાં અમુક હદ સુધી તપાસ કર્યા બાદ તપાસ બંધ કરી દેવાતી હતી. જા કે કેટલાંક સમય અગાઉ આ અંગે આરબીઆઈ એ કડક પગલાં લેવાનો હુકમ કરતાં લોન લઈને ગાયબ થઈ ગયેલાં ગઠીયાઓ પાસેથી રૂપિયા વસુલવા માટે બેંકોએ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે.
હવેબેંકો લોન આપતા અગાઉ પણ સઘન ચેકીગ કરે છે. તથા હપ્તા ન ભરનારા લેભાગું તત્વો વિરૂધ્ધ પણ કાર્યવાહી કરે છે. આવી જ એક કાર્યવાહીમાં આશ્રમરોડ ખાતે આવેલી બેંક ઓફ ઈન્ડીયાનાં મેનેજરે બે વ્યકિત વિરૂધ્ધ ઓગણચાલીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાની ફરીયાદ નોધાવી છે. નિલેશ રસીકભાઈ પટેલ (મૂળ રહે. સ્કાય ઈન્ટરનેશનલ ફેકટરી સૂર્યા પેલેસ હોટેલની પાછળ હિંમતનગર હાઈવે નાના ચિલોડા સર્કલ પાસે ગાંધીનગર) નામનાં વ્યકિતએ વસ્ત્રાપુર જજીસ બંગલા રોડ પર આવેલાં ચિન્મય એપાર્ટમેન્ટનાં મકાન નં.૩૦૧ ખરીદવા માટે વર્ષ ર૦૧૭માં આશ્રમ રોડ દિનેશ હોલ ખાતે આવેલી બેક ઓફ ઈન્ડીયામાં લોન માટે અરજી કરી હતી.
હોમલોન લેવા માટે શેર ર્ટીએસોટમેન્ટ લેટર તથા વેચાણનાં દસ્તાવેજા પણ બેકને રજુ કર્યા હતા. એ સમયના મેનેજર વિજયહુકમ ચંદ ઠાકુરે બેંકના પ્રોપર્ટી વેરીફાયર, પ્રોપર્ટી વેલ્યુએટર તથા પ્રોપર્ટીના સર્ચ રીપોર્ટનાં આધારે ૪૦ લાખ રૂપિયાની પાસ કરી હતી. શરૂઆતનાં સાત હપ્તા ભર્યાબાદ નિલેશ પટેલે એક પણ હપ્તો બેંકમાં જમા કરાવ્યો ન હતો.
જેવી બેંકે વારંવાર નોટીસો મોકલાવી તથા અન્ય રીતે નિલેશ પટેલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. જા કે તે થઈ ન શકયો હતો દરમ્યાન નવાં આવેલાં બેંક મેનેજર સંદીપ પેડનેકરે આ અંગે તપાસ કરાવ્યા બાદ પોતે મિલકતની મુલાકાત લીધી હતી. જા કે ચિન્મય એપાર્ટમેન્ટમાં ૩૦૧ નંબરનુંકોઈ મકાન મળી ન આવતાં તે ચોંકી ઉઠયા હતા.
આ અંગે ફરી તપાસ કરાવતાં લોન માટે રજુ કરેલાં તમામ દસ્તાવેજા નકલી હોવાનું સાબિત થયું હતું. જેથી બેંક મેનેજર સંદીપ પેડનેકરે આ અંગે મિલ્કત વેચનાર જીતેન્દ્ર ગંગારામ પંડયા (મોહન ધુલાની ચાલી બકરામંડી સામે રાણીપ) તથા મિલ્કત ખરીદનાર નિલેષ રસીકભાઈ પટેલની વિરૂધ્ધ બેંક સાથે બાકી નીકળતાં ઓગણચાલીસ લાખથી વધુ રકમની છેતરપિંડી કરવાની ફરીયાદ નોંધાવી હતી.
તપાસકર્તા અધિકારી પીએસઆઈ કાઝીએ આ અંગે જણાવ્યું હતું કે “સૌ પ્રથમ મિલ્કત ખરીદનાર તથા વેચનારની ધરપકડ કરવામાં આવશે.તેમની પુછપરછના આધારે અન્ય કેટલાં અને કોણ લોકો આ ઠગાઈમાં સંડોવાયેલા છે. એ દિશામાં તપાસ કરવામાં આવશે.
નોંધનીય છે કે કોઈપણ મિલ્કત પર લોન આપતાં પહેલાં પ્રોપર્ટી વેલ્યુઅસર તથા અન્ય કેટલાંક વ્યકિત બેંક તરફથી મિલ્કતની મુલાકાત લેતાં હોય છે. પરંતુ આ ઘટનામાં મિલ્કત જ ન હોવા છતાં દરેક રીપોર્ટ પોઝીટીવ નીકળતાં અન્ય કેટલાંક વધુ લોકો પણ સંડોવાયેલા હોવ તેવું સ્પષ્ટ જાવાં મળી રહયું છે.