Western Times News

Gujarati News

અક્ષયે OMG ૨ માટે ૩૫ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે

મુંબઈ, એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મો માટે એક્ટર અક્ષય કુમારે પોતાની ફી અડધાથી વધુ ઘટાડી દીધી છે. અક્ષય કુમારની ફિલ્મ ‘ઓહ માય ગોડ ૨’ની ફી પણ ચોંકાવનારી છે. અક્ષય કુમારે તાજેતરના સમયમાં ઘણી ફ્લોપ ફિલ્મો આપી છે. ‘સેલ્ફી’, ‘રામ સેતુ’, ‘રક્ષાબંધન’ અને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ જેવી ફિલ્મો ફ્લોપ થયા પછી હવે આધ્યાત્મિક ડ્રામા ‘ઓહ માય ગોડ ૨’ રિલીઝ થઈ રહી છે. અક્ષયની ફિલ્મ સની દેઓલની ‘ગદર ૨’ના દિવસે જ રિલીઝ થઈ રહી છે.

ઘણાં રિપોર્ટ્‌સમાં એવું કહેવામાં આવ્યું છે કે અક્ષય કુમારે આ ફિલ્મ માટે ૩૫ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. અક્ષય કે જે ૫૦થી ૧૦૦ કરોડની વચ્ચે ફી લેતો હતો, તેણે OMG ૨ માટે ૩૫ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. જાે કે, આ કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન નથી. માત્ર રિપોર્ટના આધારે આ વાત જણાવાઈ રહી છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર તેની અપકમિંગ ફિલ્મ OMG ૨ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મ ‘ઓહ માય ગોડ’નો બીજાે પાર્ટ છે, જેમાં ભગવાન અને ભક્ત વચ્ચેના ખાસ સંબંધને દર્શાવવામાં આવ્યો છે. ‘ઓહ માય ગોડ ૨’ છેલ્લાં ઘણાં દિવસોથી ચર્ચામાં છે. શ્રાવણના પવિત્ર મહિનામાં મેકર્સે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું, જે બધાને પસંદ આવ્યું છે.

આ દરમિયાન સૂત્રોને ટાંકીને સમાચાર છે કે સેન્સર બોર્ડે ફિલ્મને ગ્રીન સિગ્નલ આપ્યું નથી. હાલ આ ફિલ્મને રિવ્યુ કમિટીને મોકલી દેવામાં આવી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શંકર અને પંકજ ત્રિપાઠી એક શિવભક્તના પાત્રમાં દેખાઇ રહ્યા છે. જાે કે ટીઝર રિલીઝ થયા બાદ ફિલ્મ મેકર્સને ધાર્મિક લાગણીને ઠેસ નહીં પહોંચાડવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે જ્યારે પણ કોઈ ફિલ્મ રિલીઝ થાય છે, તેની પહેલા સેન્સર બોર્ડ તે ફિલ્મને જુએ છે, તેની સમીક્ષા કરે છે અને પછી તે ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળે છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી ઉપરાંત યામી ગૌતમ પણ મુખ્ય ભૂમિકામાં છે.

ફિલ્મના પ્રથમ પાર્ટ્‌સ OMG ૧માં અક્ષય કુમાર અને પરેશ રાવલને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. જાેકે, કેટલાક લોકોએ ફર્સ્ટ પાર્ટ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. આ ફિલ્મ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.