Western Times News

Gujarati News

વર્ષો પહેલા એવું શું થયું હતું કે શફાક નાઝે ઘર છોડવાનો નિર્ણય લીધો હતો?

મુંબઈ, ડિસેમ્બર ૨૦૨૨માં તુનિષા શર્મા ડેથ કેસમાં જ્યારે શીઝાન ખાનની ધરપકડ થઈ ત્યારે તેના માટે બંને બહેનો- શફાક નાઝ અને ફલક નાઝ ખૂબ લડી હતી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ જ આ એ સમય હતો જ્યારે નાઝ સિસ્ટર્સનું આશરે ૮ વર્ષ બાદ રિયુનિયન થયું હતું. વાત એમ છે કે, ૨૦૧૬માં શફાક ઘર છોડીને જતી રહી હતી, તે સમયે તેણે તેના માતા પર ઘણા આરોપ લગાવ્યા હતા.

જે બાદ ફલક અને બાકીના પરિવારજનોએ તેની સાથેના બધા સંબંધો તોડી નાખ્યા હતા. પરંતુ ભાઈને જેલ થઈ તો તેઓ ફરી એક થઈ. આટલું જ નહીં બંને વચ્ચેનું બોન્ડિંગ પણ પહેલા જેવું ગાઢ થઈ ગયું છે. ફલક બિગ બોસ ઓટીટી ૨ના ઘરમાં કેદ છે ત્યારે શફાક તેને મળવા માટે ગઈ હતી અને મજબૂત રહેવાનો મેસેજ પણ આપ્યો હતો. હાલમાં કહેક્ષાન નાઝે બંને દીકરીઓ વચ્ચેની ભૂતકાળની સમસ્યા વિશે ખુલીને વાત કરી હતી. દરેક બાળકનું વ્યક્તિત્વ અલગ હોય છે.

શફાક હંમેશા અંતર્મુખી રહી છે. અહીંયા આવ્યા બાદ તેને કામ મળ્યું અને સફળતા મળી. તે ખૂબ નાની હોવાથી નાની-નાની વાતોની તેના પર અસર થતી હતી. તેને લાગતું હતું કે, તેને લાગતું હતું કે, તેને બધું કરતાં અટકાવવામાં આવી રહી છે. તે સ્વતંત્ર ર્નિણય લેવા માગતી હતી અને તેથી તેને લાગ્યું હતું કે, હું તેને અટકાવી રહી છું.

આ પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ છે કારણ કે મને તેમાંથી બહાર આવવામાં આઠ વર્ષનો સમય લાગ્યો હતો. મારે સ્પષ્ટતા કરવાની જરૂર છે કારણ કે ઘણું બધું કહેવામાં આવ્યું છે. પ્રામાણિકતાથી કહું તો, ક્યારેક માતા-પિતા અને બાળકો પણ ખોટા હોઈ શકે છે’, તેમ કહેક્ષાન નાઝે ટેલીચક્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું.

આ સાથે તેમણે ઉમેર્યું હતું કે ‘સંબંધો ક્યારેક તૂટતા નથી. દરેક વ્યક્તિ ભૂલ કરે છે. મને અહેસાસ થયો હતો કે, જાે મારું બાળક ઘર છોડીને ગયું હોય કારણ કે મેં કંઈક એવું કહ્યું હોય જેનાથી તેને ખોટું લાગ્યું હોય તો તેનો અર્થ એ છે કે મારા પક્ષથી ભૂલ છે. તે સમયે મેં સ્વીકાર્યું નહોતું, પરંતુ જ્યારે તે જતી રહી ત્યારે ભૂલનો અહેસાસ થયો હતો.

દરેક વ્યક્તિ અલગ હોય છે. હું તેને ફલક કે શીઝાન સાથે સરખાવી શકું નહીં કારણ કે તે શફાક છે અને તેની પાસે પર્સનાલિટી છે. તે સારી વ્યક્તિ છે, તે જેવી છે તેવી મારે સ્વીકારતી જાેઈતી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે ‘આપણે માતા-પિતા હંમેશા બાળકોને દોષ આપીએ છીએ પરંતુ આપણી ભૂલને જાેતા નથી.

હવે બધુ ઠીક છે અને સારું છે. એક સમય એવો હતો જ્યારે મને મારા બાળકોની જરૂર હતી. તે સમયે અમે બધા મળ્યા હતા. શફાક આવી હતી અને રડી હતી. મેં તેને કહ્યું હતું કે ‘ચાલ ભૂતકાળમાં જે કંઈ થયું તેને પાછળ છોડી દઈએ અને એક નવા જીવનની શરૂઆત કરીએ. શફાક નાઝ ઘર છોડીને ગઈ તે વખતે આપેલા ઈન્ટરવ્યૂમાં ફલક નાઝે કહ્યું હતું કે, પરિવારમાંથી કોઈ પણ તેની સાથે સંપર્કમાં નથી. તેમને એકબીજા સાથે વાતચીત થતી નથી.

તે કોઈના પ્રભાવમાં આવી હતી અને માતા સાથે ઝઘડો કરીને ઘર છોડી જતી રહી હતી. થોડા સમય બાદ તેણે શફાકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પ્રયાસો નિષ્ફળ ગયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.