Western Times News

Gujarati News

OTT પ્લેટફોર્મે જે ઝિ્‌વગાટો ફિલ્મને ના પાડી તેને ઓસ્કર લાઈબ્રેરીમાં મુકાશે

મુંબઈ, થોડા દિવસ પહેલા નંદિતા દાસની ફિલ્મ ઝિ્‌વગાટો ફિલ્મના કારણે કોમેડિયન કપિલ શર્માના ઘણા વખાણ થયા હતા. જાેકે, આ ફિલ્મ બોક્સઑફિસ પર કંઈ ખાસ કરી શકી હતી. તેમ છતાં આ ફિલ્મના ઘણા વખાણ થયા હતા. ત્યારે હવે કપિલ શર્માની આ ફિલ્મે વધુ એક કમાલ કરી બતાવી છે.

કારણ કે, એકેડમી ઑફ મોશન પિક્ચર આર્ટ્‌સ એન્ડ સાયન્સીઝ લાઈબ્રેરીમાં હવે ઝિ્‌વગાટો ફિલ્મે જગ્યા બનાવી લીધી છે. એટલે કે ઑસ્કરની લાઈબ્રેરીમાં હવે કપિલ શર્માની ફિલ્મ પણ સામેલ થઈ ગઈ છે. આ સાથે જ ફિલ્મની ડિરેક્રટ નંદિતા દાસે ઓટીટી પ્લેટફોર્મ્સ પર નિશાન સાધ્યું હતું. કારણ કે, ચાર મહિના વિતી ગયા તેમ છતાં પણ ઝિ્‌વગાટો ઓટીટી પર રિલીઝ નથી થઈ શકી. નંદિતા દાસનાં ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ સમિર પાટીલે લખી હતી.

બોક્સઑફિસ પર આ ફિલ્મ ભલે ના ચાલી હોય, પરંતુ લોકોએ કોમેડિયન કપિલ શર્માની એક્ટિંગના વખાણ કર્યા હતા. નંદિતા દાસ તો પોતાના નિર્દેશનના કારણે પહેલાથી જ જાણિતી છે. ત્યારે હવે ઓસ્કર લાઈબ્રેરીમાં સામેલ થઈને ઝિ્‌વગાટોએ વધુ એક કમાલ કરી બતાવી છે. આપને ખબર હશે કે, ઝિ્‌વગાટો ફિલ્મ અત્યાર સુધી કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ નથી થઈ.

નંદિતા દાસે સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ મૂકી હતી. તેણે લખ્યું હતું કે, મને ઓસ્કર તરફથી મેઈલ આવ્યો ત્યાર હું સ્તબ્ધ અને ચોંકી ગઈ હતી. તેઓ ઈચ્છે છે કે, અમે તેમને ઝિ્‌વગાટોની સ્ક્રિપ્ટ મોકલીએ, જેથી તેઓ પોતાના કોર કલેક્શનમાં તેને સામેલ કરી શકે. મને ખુશી છે કે, અમે એવા પ્રકારની ફિલ્મ બનાવી, જેને ઓસ્કર લાઈબ્રેરીમાં સામેલ કરવામાં આવી રહી છે.

હું ખૂબ આભારી છું કે, હવે અમારી આ ફિલ્મ વિશે વિદ્યાર્થીઓ અને તમામ ફિલ્મમેકર તેમ જ લેખકો જરૂર વાંચશે. આશા કરું છું કે, ઓટીટી પ્લેટફોર્મ હવે આને જરૂર વાંચશે. મને લાગે છે કે, હવે તો તેમણે આ ફિલ્મને બતાવવા માટે સુવિધા કરવી જાેઈએ. બીજી તરફ ઝિ્‌વગાટોને લઈ કપિલ શર્માએ પણ ખુશી વ્યક્ત કરી છે.

તેને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, આભાર. એકેડમી. આ સન્માન માટે. આપને જણાવી દઈએ કે, કે, ઓસ્કર લાઈબ્રેરીમાં સામેલ થતા પહેલા કપિલ શર્માની ફિલ્મે વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી. કારણ કે, આ ફિલ્મને ટોરેન્ટો વર્લ્ડવાઈડ ફિલ્મ સેલિબ્રેશન ૨૦૨૨માં બતાવવામાં આવી હતી. આ ઉપરાંત બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ આ ફિલ્મ કમાલ કરી ચૂકી છે. થિએટર્સમાં ઝિ્‌વગાટો ફિલ્મ ૧૭ માર્ચ ૨૦૨૩એ રિલીઝ થઈ હતી.

તે ફિલ્મ એક એવા વ્યક્તિના જીવનની આસપાસ ફરે છે, જે કોવિડના કારણે ફેક્ટરીના ફ્લોર મેનેજરવાળી નોકરીને ગુમાવી બેસે છે. પરિવાર અને આર્થિક સંકળામણના કારણે તે ફૂડ ડિલીવરી એપ ઝિ્‌વગાટો માટે ફૂડ ડિલીવરી શરૂ કરે છે. આવામાં તેના બધા જ પડકારો અને નિમ્ન પરિવારની સમસ્યાઓ બતાવવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.