મીરા એર્ડાએ LGBF4માં વિમેન્સ કેટેગરી જીતી
જેકે ટાયર નેશનલ રેસિંગ ચેમ્પીયનશિપની ભવ્ય ફિનાલેમાં રેડ બુલ એથલેટ મીરા એર્ડાએ સપ્તાહના અંતમાં LGB F4માં વિમેન્સ કેટેગરી જીતી લીધી હતી અને પોતાની જાતને રેસ 1માં અને રેસ 2માં ટોચની 10માં મુકી દીધી હતી. અને રેસ 3માં તેણીએ 6ઠ્ઠુ સ્થાન હાંસલ કર્યું હતું. “વિમેન્સ કેટેગરી જીતતા મને ઘણી ખુશી થઇ છે. પરંતુ તેના કરતા વધુ તો LGB F4ની એકંદર કેટેગરીમાં બુદ્ધ ઇન્ટરનેશલ સર્કિટ ખાતે મારુ શ્રેષ્ઠ પર્ફોમન્સ દર્શાવવાનો મારો મુખ્ય લક્ષ્યાંક રહ્યો હતો. થોડા વર્ષથી BIC ખાતે હું રેસિંગ કરી રહી હોવાથી અનેક નેશનલ ચેમ્પીયનશિપ સાથે સ્પર્ધા કર્યા બાદ અને તેમની પાસેથી શીખ્યા બાદ મે સુધારો કરવાનું ચાલુ રાખ્યું છે અને આ સમયે પ્રાપ્ત કરતા BIC ખાતે શ્રેષ્ઠ ફિનીશ રહ્યું છે” એમ મીરા એર્ડાએ જણાવ્યું હતું.
સૌથી નાની ફોર્મ્યુલા 4 ફિમેલ ડ્રાઇવરે રવિવારે X1 લીગમાં ટીમ AD RACING DELHI ખાતે હંકારી હતી અને એક માત્ર મહિલા તેનો ભાગ રહી હતી. તેણીની ટીમે રવિવારે રિલે રેસમાં p2 પૂર્ણ કર્યું હતું.