Western Times News

Gujarati News

અમદાવાદમાં ૨૫થી ૩૧ જુલાઈ દરમિયાન ઊજવાશે ‘ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૩’

રાષ્ટ્રીય સ્તરના વક્તાઓ દ્વારા સાઇબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોક ચેઈન, આઈ.ઓ.ટી. અને જી.આઈ.એસ જેવા વિષયો પર વેબકાસ્ટ તથા વિડિયો કોન્ફરન્સિંગ આધારિત સત્રો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે

દેશભરમાં ડિજિટલ ઇન્ડિયા સપ્તાહની ઉજવણી અંતર્ગત અમદાવાદ જિલ્લામાં આગામી તા.૨૫/૦૭/૨૦૨૩થી તા.૩૧/૦૭/૨૦૨૩ દરમિયાન જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ ‘ડિજિટલ ઇન્ડીયા વીક-૨૦૨૩’ની ઉજવણી ડિજિટલ રીતે કરવામાં આવનાર છે.

જે અંતર્ગત તા.૨૬/૦૭/૨૦૨૦૨૩થી તા.૩૧/૦૭/૨૦૨૩ દરમિયાન વેબકાસ્ટ તથા વિડિયો કોન્ફરન્સિંગ આધારિત સત્રો યોજાશે.

આ સત્રોમાં રાષ્ટ્રીય સ્તરના વક્તાઓ દ્વારા સાઈબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોક ચેઈન, આઈ.ઓ.ટી. અને જી.આઈ.એસ જેવા વિષયો પર માહિતી આપવામાં આવશે. આ સત્રોમાં જોડાવા માટે https://www.nic.in/diw2023-reg પર નોંધણી કરાવી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડિજિટલ ઇન્ડિયા સપ્તાહનો ઉદ્દેશ ભારતની ટેક્નોલોજિકલ ક્ષમતાને દુનિયા સમક્ષ પ્રદર્શિત કરવાનો, ટેક સ્ટાર્ટઅપ્સ માટે જોડાણ અને વ્યાવસાયિક તકો ચકાસવાનો અને ભાવિ નાગરિકોને પ્રેરણા આપવાનો છે.

અમદાવાદમાં  ડિજિટલ ઈન્ડિયા સપ્તાહની ઉજવણી ડિજિટલ રીતે કરવામાં આવશે. તા. ૨૬થી ૩૧મી દરમ્યાન વેબકાસ્ટ, વીસી આધારિત સત્રો યોજાશે. આ સત્રમાં રાષ્ટ્રીય સ્તરના વક્તાઓ દ્વારા સાઇબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, બ્લોક ચેઈન, આઈ.ઓ.ટી. અને જી.આઈ.એસ વગેરે વિષય ઉપર માહિતી આપવામાં આવશે. આ માહિતીસભર સત્રોમાં ભાગ લેવા માટે https:/www.nic.in/diw2023-reg પર નામ નોંધણી કરી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.